Charchapatra

વર્તમાન અનુભૂતિ

મોંઘવારી વર્ષને કચડતી આવે છે. ગત સદી કરતાં હાલની પરિસ્થિતિ ગરીબ અને મધ્યમ વર્ગ માટે વણસતી લાગે છે. પ્રજા જીવન જીવતાં હાંફી-થાકી જાય. આજકાલ ઓછી મહેનતે વધુમાં વધુ કેટલું નાણું સાંભરી (એકઠું) કરી લેવાય એ જ આશય. પરિણામે અસામાજિક તત્ત્વોનો દોર છૂટ્ટો દોર બને, ચીજવસ્તુઓમાં ભેળસેળ સુદ્ધાં બેસુમાર. વર્ષો પહેલાં અંગ્રેજ સરકારે કરેલ બાંધકામ હજી ટકોરાબંધ જોવા મળે છે. જયારે હાલમાં થોડા સમય પહેલાં બનેલા બ્રિજ કડડભૂસ થાય. તાજેતરમાં વલસાડના બ્રિજનું સ્ટેજિંગ તૂટી ગયાના સમાચાર વાંચ્યા.

બનાવટી ચીજવસ્તુઓ, રોજિંદી શાક-ભાજી જરૂરિયાત. માર્કેટમાં જઇ ઊભા રહો. રૂપિયા 100ની નોટમાં રૂમાલમાં બાંધી લેવાય એટલું શાક ઘરે આવે. 20મી સદીના ભાવો,થેલી છલકાય એટલું શાક ઘરે આવતું હતું. હોલ, તોલનાર જ જાણે, કવોલીટી પકવનાર જાણે- ગ્રાહકની હાલત કફોડી. ઓછી મહેનતે વધુમાં વધુ એકઠું કરી લેવાની નિયતે જ બગાડયું, વાતાવરણ. સમય તેમજ સંજોગોના હરહંમેશ ધસમસતા પ્રવાહ સમું જીવન. કવિ સુરેશ દલાલ લખે છે. ‘સુખ કયાંય પલાંઠી વાળીને બેસતું નથી. આજે આવ્યું અને (કહ્યા વિના) કાલે જતું રહે, એટલું છે ચંચળ’ વિચારોમાં પ્રચંડ તાકાત છે, જે જીવનમાં ફેરફાર લાવી શકે. વર્તમાન અનુભૂતિ કયારે પલટાશે?
અડાજણ, સુરત. – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top