Charchapatra

અત્યંત ગરીબી નાબૂદ…” તંત્રીલેખ મિષે થોડું

ગુ. મિ  ના તંત્રીલેખ “અત્યંત ગરીબી નાબૂદ, હવે સરકારે માથાદીઠ આવક વધારવા પ્રયાસ કરવા જોઇએ “ મિષે થોડું મૌલિક ચિંતન રજૂ કરું છું (૧) સરકાર માટે મોટો પડકાર પ્રજાજનો માટે નવા ધંધા રોજગારની વિપુલ તકો ઉભી કરવાનો તેમજ આર્થિક અસમાનતા ઓછી કરવાનો છે. (૨) આ તકો ત્યારે જ ઊભી થઈ શકે જ્યારે સરકાર  શિક્ષણ, આરોગ્ય સેવાઓ, યુવાઓ માટે તકનીકી કૌશલ્ય વિકાસ, શોધ સંશોધન, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન જેવી પાયાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી નાણાં ફાળવે (૩) યુવાનોની પ્રતિભા તેમજ ઉધ્યમશીલતાને પ્રોત્સાહન મળે અને રાષ્ટ્રહિતમાં તેનું દોહન થઈ શકે તે માટેના પ્રયાસો કરે.

(૪) નાગરિક સેવાઓમાં સુધાર લાવે. (૫) વહીવટમાં પારદર્શિતા લાવે, ભ્રષ્ટાચાર ઓછો કરવાના પ્રયાસો કરે. (૬) હાલમાં દેશના લગભગ ૪૫% જેટલાં લોકો હજુ પણ ખેતી અને તેને સંલગ્ન કામોમાં જોતરાયેલા છે જ્યાં આર્થિક વળતર ખૂબ જ ઓછું છે. સરકારી નીતિ ઘડતર થકી આમાંના મોટા વર્ગને ખેતીના વ્યવસાયમાંથી બહાર લાવી વધુ વળતરદાયી ઉદ્યોગ ધંધામાં લાવવાના પ્રયાસ કરવામાં આવે. (૭) ચીનની જેમ પ્રજાનો ધાર્મિકતા પ્રત્યેનો ઝોક ઓછો કરવાના તેમજ તેને ઉદ્યમશીલતા તરફ વાળવાના પ્રયાસ કરવામાં આવે.
નવસાર    -કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top