સુરત જિલ્લાનાં ગામોની વાડીમાં રતાળુનો પાક થાય છે. રતાળુ શિયાળાની સીઝનમાં બહોળા પ્રમાણમાં થાય છે. રતાળુ એક કંદમૂળ છે. રતાળુ ગોળ અને લંબગોળ બે પ્રકારનાં આવે છે. શિયાળામાં પાપડીની સિઝન ચાલુ થાય. સુરતીઓ માટે પાપડીનું ઉંધિયું માનીતું શાકભાજી છે. જે શિયાળામાં ઘરે ઘરે બનાવવામાં આવે છે. ઉંધિયામાં રતાળુ નાંખવામાં આવે છે. રતાળુ વગર ઉંધિયું અધૂરું છે. સુરતીઓ રતાળુવાળું પાપડીનું શાક પણ ખાય છે. પંચકુટિયું શાકમાં પણ રતાળુ નાંખવામાં આવે છે. રતાળુનું કંદ પણ સ્વાદિષ્ટ હોય છે.
રતાળુને બાફી તેના ટુકડા કરી મીઠું મરીનો ભૂકો નાંખી ખાવામાં આવે છે. સુરતમાં રતાળુના કંદ માટે ‘ઈશ્વર તુલસી’ પ્રખ્યાત છે. લગ્ન પ્રસંગમાં ફરસાણમાં રતાળુની પુરી બનાવવામાં આવે છે. રતાળુની પેટીસ લગ્ન પ્રસંગમાં સુરતીઓ આરોગે છે. રતાળુની પુરી ખાવા સુરતીઓ ડુમસ જાય છે. જેમાં લાંબા રતાળુનો ઉપયોગ થાય છે. રતાળુ એક પૌષ્ટિક શાકભાજી છે. રોગપ્રતિકારકશક્તિ વધારે છે, જે ખાવાથી શરદી ખાંસી મટે છે. રતાળુ સુરતીઓનું લોકપ્રિય શાકભાજી છે.
સુરત -કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.