Charchapatra

સમય ચક્ર રાજાને પણ ભિખારી બનાવી દયે!

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ!(બહેરામજી મલબારી) “રાજા કો રંક બનાયે”!  સમયનું ચક્ર ફરે છે,  ભાગ્ય એક શ્રીમંત અને શક્તિશાળી વ્યક્તિને ગરીબમાં ફેરવી શકે છે અને તેનાથી વિપરીત. તે સૂચવે છે કે વ્યક્તિએ પોતાની સારી સ્થિતિ પર ગર્વ ન કરવો જોઈએ, કારણ કે પરિસ્થિતિઓ ગમે ત્યારે બદલાઈ શકે છે માટે હંમેશા નમ્ર રહેવું જોઈએ! સમય પરિવર્તનશીલ છે. આજે એક રાજા કાલે ગરીબ બની શકે છે અને આજનો એક ગરીબ સખત મહેનત અથવા નસીબ દ્વારા રાજા બની શકે છે! વર્તમાન સફળતા અથવા શક્તિ પર ગર્વ ન કરીએ, કારણ કે સમયનો વળાંક ગમે ત્યારે સ્થિતિ બદલી શકે છે! ખેર, ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં શક્તિશાળી રાજાઓ અથવા શ્રીમંત લોકોએ ખોટા નિર્ણયો, ખરાબ નસીબ અથવા બદલાતા સંજોગોને કારણે બધું ગુમાવ્યું અને ગરીબ બન્યા, જ્યારે ઘણા ગરીબ લોકોએ તકોનો લાભ લીધો અને શ્રીમંત બન્યા! અત્રે જીવનની અસ્થિરતા અને નસીબના ઉતાર-ચઢાવને પ્રતિબિંબિત કરે છે, એ વાસ્તે નમ્ર રહેવાનું અને દરેક પરિસ્થિતિનું આદર કરવાનું હોય!એ માટે  “સમય બડો બળવાન અને એક વિચિત્ર રમત પણ છે!
ગોપીપુરા, સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top