હાલમાં શિયાળો ચાલે છે ત્યારે કૂતરાં કરડવાના તથા રાત્રી દરમ્યાન ભોંકવાના બનાવો વધી જાય છે. એક તો શિયાળામાં ઠંડીમાં આરામથી ઊંઘતાં હોય અને અડધી રાત્રે જાણે બંને પક્ષો કૂતરા સામસામે ભોંકે તે પણ એક જાતનું પ્રદૂષણ છે. નાનાં છોકરાંઓને મોબાઈલની લતથી છોડાવવા માટે શેરી-મહોલ્લા સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રમવા મોકલવામાં આવે છે તો છોકરાંઓને કૂતરાં કરડી જાય છે. આ પ્રશ્ન દરેક ગૃહિણીને સતાવે છે. હાલમાં દૈનિક પેપર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ કે દાહોદના ધુધરા ગામમાં હડકાયા કૂતરાંના આતંકના ભયથી રાત્રે ઘરોમાં ઘૂસી નિદ્રાધીન 22 બાળકો તથા મહિલાઓને બચકાં ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ચોંકાવનારી વાત એમ છે કે કૂતરાએ મોટા ભાગનાં લોકોને મોં, ચહેરા અને હાથ જેવા શરીરના સંવેદનશીલ અંગો પર ગંભીર બચકાં ભરતાં ઊંડી ઈજાઓ પહોંચી હતી.
સુરત – મહેશ આઈ. ડૉકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.