આ ઝડપથી ભાગતા શહેરની સવાર કંઈક આવી હોય છે- જ્યા મોર્નિંગ વોક પર નીકળેલા લોકોથી લઈને શાળાએ જતા ભૂલકાં નજરે પડે છે. ફૂલ જેવા આ બાળકોનાં ખભે એમની ક્ષમતાથી વધારે ભારી બેગ જોવા મળે છે. આ ભાર થોડો ઓછો કઈ રીતે કરવો એ વિચાર કરવો જરૂરી બનતો જાય છે. બાળકો માટે અભ્યાસ ખુબ જ જરૂરી છે પરંતુ સાથે સાથે એ પણ વિચારવું રહ્યુ કે એ એક નાનું બાળક છે, ખભે ઊંચકેલા એ બેગનાં ભારથી કરોડરજ્જુનાં મણકામાં થનારી બીમારી કાયફોસિસ થઈ શકે છે. આ સિવાય બીજી ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે. એક સર્વે અનુસાર બાળકનાં વજનથી 10% સુધી એના બેગનું વજન હોવું જોઈએ. આ બાબતનું ધ્યાન શિક્ષણ સમિતિ તથા વાલીઓ એ રાખવું જોઈએ, તે ઉપરાંત પ્રકાશકોએ પાઠ્યપુસ્તકોનું વજન છાપવું જોઇએ, સ્કૂલબેગ વજનદારન બની રહે અને બાળકે ઓછાં પુસ્તકો લાવવાં પડે એટલા માટે શાળાએ એક જ વિષયના એકથી વધુ તાસ ભણાવવાના રહે તે પ્રમાણે ટાઈમ ટેબલનું આયોજન કરવુ જોઈએ. આમ આ ભાર ઘટે એ દિશામાં વિચારવાનું રહ્યું. બાળકોની પીઠ પર બોજો નહીં પણ ભવિષ્યનાં સપનાની પાંખ હોવી જોઈએ. આજનું આ બાળક કાલના દેશનું ભવિષ્ય છે.
સુરત – કૃણાલ કંસારીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.