ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું
રૂ. 22 કરોડના રોડ વાઈડનીંગનું પણ એલાન
વડોદરા :
જીઆઇડીસી મકરપુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) દ્વારા કરાયેલી રજૂઆતના અનુસંધાને આજરોજ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 1.25 કરોડના ખર્ચે મહત્વના રોડોના રીસર્ફેસિંગ સિલકોટ કાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત હનુમાનજી મંદિરથી વિમલ ફાયર સુધીનો રોડ, લકી રેસ્ટોરન્ટથી માંજલપુર પોલીસ સ્ટેશન સુધીના રોડના રીસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે VCCIની રજૂઆત અને ઉદ્યોગકારોની લાગણીને માન આપતા જાહેર કર્યું કે અંદાજે રૂ. 22 કરોડના ખર્ચે જીઆઇડીસીના મુખ્ય ત્રણ મોટા રોડના વાઈડનીંગ સાથે સેન્ટર સ્ટ્રીટ લાઈટની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વહેલી તકે કામ શરૂ થશે.

પ્રસ્તાવિત ત્રણ મુખ્ય રોડ નીચે મુજબ છે :
1. જ્યુપિટર ચોકડીથી કટારીયા મોટર શોરૂમના પાછળના ભાગ સુધી
2. જીજી માતાના મંદિરથી ABB કંપની સુધી (ERDA રોડ)
3. વડસર બ્રિજથી ABB કંપની સુધી
VCCIના વરિષ્ઠ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલે આ પ્રસંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનો VCCI તથા જીઆઇડીસી મકરપુરાના તમામ ઉદ્યોગકારોની તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.

વર્ષ 2005 બાદ પ્રથમ વખત જીઆઇડીસી મકરપુરાના રસ્તાઓના નવીનીકરણ અને વિસ્તરણની કામગીરી હાથ ધરાતા ઉદ્યોગકારોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે. આ પગલાંથી ટ્રાફિક, પરિવહન અને સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં વોર્ડ નં. 18ના કોર્પોરેટર , સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જીઆઇડીસી મકરપુરાના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા., એમ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્દ મંત્રી અને ચેરમેન – પ્રેસ કમિટી જલેંદુ પાઠકે જણાવ્યું હતું.
જ્લેન્દુ પાઠક