Jetpur pavi

કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી

જોખમી કેસોમાં પણ ટીમે બતાવી કુશળતા

એક મહિનામાં કુલ ૩૩ ડિલિવરી પૂર્ણ કરનાર ટીમને જનતાએ બિરદાવી
જેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લાના નવા રચાયેલા કદવાલ તાલુકાના કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ નોંધપાત્ર કામગીરી કરી છે. તારીખ ૧૧-૧૨-૨૦૨૫ના રોજ ૨૪ કલાકના સમયગાળા દરમિયાન કુલ પાંચ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી.

આ પાંચ ડિલિવરીમાં ૩ છોકરા અને ૨ છોકરીઓનો જન્મ થયો છે. તમામ નવજાત શિશુઓ તથા માતાઓ હાલ તંદુરસ્ત છે.
ડિલિવરી પ્રક્રિયામાંથી ગીચ અને જોખમી ગણાતી કેટલીક કેસો પણ સામેલ હતાં, છતાં ડૉ. પ્રિતેશ રાઠવા, ડૉ. તુષાર કૂરકુટિયા, ડૉ. શિવાંગ રાજ્યગુરુ અને અનુભવી નર્સિંગ સ્ટાફે તેમની કુશળતા અને તત્પરતાથી તમામ માતાઓને કોઈ જોખમ વગર સફળ પ્રસૂતિ અપાવી હતી.

૧ નવેમ્બર ૨૦૨૫ થી ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કદવાલ આરોગ્ય કેન્દ્રમાં કુલ ૩૩ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી માટે કદવાલ તાલુકા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાંથી મેડિકલ ટીમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

Most Popular

To Top