Vadodara

ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ

સામાન્ય ધક્કામુક્કી મોટી મારામારીમાં પરિવર્તિત

બહારથી બોલાવેલા મિત્રો દ્વારા પરિસ્થિતિ વધુ બગડી

વડોદરા :
ઉંડેરા વિસ્તારમાં એક નામાંકિત ગુજરાત રિફાઇનરી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે ગંભીર મારામારી સર્જાતા હલચલ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધો.11ના કેટલાક વિદ્યાર્થીઓએ ધો.10ના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય ધક્કો વાગવાની બાબતને લઈને ઉગ્ર વાદવિવાદ શરૂ કર્યો હતો.

વાદવિવાદ વધતા ધો.10ના વિદ્યાર્થીને જમીન પર ધસેડી માર મારવામાં આવ્યો હતો. ઘટનાને વધુ ઉગ્ર બનાવતા, કેટલાક વિદ્યાર્થીઓએ બહારથી પોતાના મિત્રોને પણ બોલાવી લીધા હતા, જેથી મામલો વધુ ગંભીર બન્યો હતો. મારપીટ દરમિયાન એકબીજાને અશ્લીલ શબ્દો બોલાતા પરિસ્થિતિ તંગ બની હતી.

શાળા સંચાલન દ્વારા સમગ્ર ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે તથા જરૂરી કાર્યવાહી અંગે વિચારણા ચાલી રહી છે.

Most Popular

To Top