Devgadh baria

હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ

દેવગઢબારિયા: નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદાથી સમાપ્ત થયો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા તત્કાલીન પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ ભાજપ-કોંગ્રેસ–અપક્ષના 16 સભ્યોના બહુમતી આધારથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને નીલ સોનીને પ્રમુખ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.

પરંતુ ધર્મેશ કલાલ દ્વારા આ કાર્યવાહી હાઇકોર્ટમાં પડકારતાં, કોર્ટે તમામ અરજીઓનું ડિસ્પોઝલ કરીને અવિશ્વાસના પ્રસ્તાવને અમાન્ય જાહેર કર્યો છે. સાથે જ મહત્વપૂર્ણ એવો ચુકાદો આપ્યો છે કે આગામી એક વર્ષ સુધી નગરપાલિકામાં અવિશ્વાસની કોઈ નવી દરખાસ્ત મુકાઈ શકશે નહીં, જે કાયદેસર રીતે પ્રમુખની સ્થિરતા જાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગણાશે.

આ ચુકાદા બાદ દેવગઢબારિયા નગરપાલિકામાં ફરીથી ભાજપની સત્તા યથાવત રહી છે અને ધર્મેશ કલાલ ફરી પ્રમુખ પદે પરત ફર્યા છે. સોશિયલ મીડિયામાં દાહોદ બીજેપીમાં પ્રમુખ જાહેર થતાં ફરી એકવાર દેવગઢબારિયા નગરપાલિકામાં ભાજપ સત્તા મેળવી પ્રથમ બનેલા ધર્મેશભાઈ કલાલ પ્રમુખ પદની ગાદી સંભાળશે તેને લઈને શુભેચ્છાઓ લઈને માહોલ બન્યો

Most Popular

To Top