World

જાપાનના ઉત્તરી કિનારા પર 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

જાપાનના આઓમોરી પ્રાન્ત નજીક 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દેશની હવામાન એજન્સીએ આઓમોરી, ઇવાતે અને હોક્કાઇડો પ્રાન્ત માટે સુનામીની ચેતવણી જારી કરી છે જેમાં 3 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

સોમવારે જાપાનના ઉત્તરી દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી અને તે આઓમોરી અને હોક્કાઇડો દરિયાકાંઠાની નજીક કેન્દ્રિત હતો. ભૂકંપનું કેન્દ્ર જાપાનના દરિયાકાંઠે 70 કિમી દૂર 50 કિમીની ઊંડાઈએ હતું. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

એજન્સીએ અસરગ્રસ્ત વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી છે જેમાં જણાવાયું છે કે મોજા મહત્તમ 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની વિનંતી કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. તે ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો પર બેઠેલું છે અને પેસિફિક મહાસાગરના “રિંગ ઓફ ફાયર” નો ભાગ છે. દર વર્ષે તે આશરે 1,500 ભૂકંપનો અનુભવ કરે છે જેમાંથી મોટાભાગના હળવા હોય છે.

Most Popular

To Top