સુરત: (Surat) ભારત સરકારના ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા નવી મોટર વ્હીકલ પોલિસી (Motor Vehicle Policy) હેઠળ એપ્રિલ-2022 પછી રજિસ્ટ્રે્શન રિન્યુઅલ માટે આવતા સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓનાં વાહનો સ્ક્રેપમાં લઇ જવાની પોલિસી બનાવવામાં આવી છે. ભારત સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરી 22 એપ્રિલ પછી જે સરકારી, અર્ધ સરકારી વાહનો 15 વર્ષ જૂનાં હશે તેવાં વાહનોનાં રજિસ્ટ્રેશન રિન્યુ (Registration Renew) નહીં કરવા જે-તે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરને નોટિફિકેશન મોકલી આપ્યું છે.
- એપ્રિલ-2022 પછી આરટીઓ 15 વર્ષ જૂનાં સરકારી-અર્ધ સરકારી વાહનોનાં રજિસ્ટ્રેશન રિન્યુ નહીં કરે
- કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું
- 22 એપ્રિલ પછી કેન્દ્ર, રાજ્ય સરકાર, મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, ન.પા., તા.પં.નાં 15 વર્ષ જૂનાં વાહનો ભંગારમાં જશે
ભારત સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરી 22 એપ્રિલ પછી જે સરકારી, અર્ધ સરકારી વાહનો 15 વર્ષ જૂનાં હશે તેવાં વાહનોનાં રજિસ્ટ્રેશન રિન્યુ નહીં કરવા જે-તે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરને નોટિફિકેશન મોકલી આપ્યું છે. તે જોતાં કેન્દ્ર, રાજ્ય સરકાર, મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, ન.પા, તા.પં.નાં 15 વર્ષ જૂનાં વાહનો એપ્રિલ-2022 પહેલાં આરટીઓમાં રિન્યુ રજિસ્ટ્રેશન માટે નહીં આવે તો ભંગારમાં જશે. આરટીઓ દ્વારા સંબંધિત વિભાગોને પણ જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય મોટર વેહિકલ એક્ટ-1989 પેટા નિયમ 52 મુજબ ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. તે પ્રમાણે સુરતના સરકારી, અર્ધ સરકારી વિભાગોનાં 3000થી વધુ વાહનો 22 એપ્રિલ-2022 પહેલાં રિન્યુ રજિસ્ટ્રેશન કરાવવા પડશે.