જયારે લતાજી અને આશાજીએ ગુજરાતી ગીતોમાં પદાર્પણ કરવાનું શરૂ કર્યું હતું, લગભગ એ જ સમયગાળામાં શરૂમાં ગીતા રોયના નામથી ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મી ગીતોને કંઠ આપનાર જો કોઇ વિશિષ્ટ ગાયિકા હોય તો તે ગીતા રોય,જે પછીથી ગીતા દત્તના નામે (મહાન અભિનેતા,દિગ્દર્શક સ્વ.ગુરુ દત સાથે) મેરેજ બાદ પ્રતિષ્ઠિત થયાં. કલાનું ક્ષેત્ર એવું છે કે ઈશ્વર કેટલીક વાર એવી પ્રતિભાને જન્મ આપે છે કે એનું સ્થાન પછી કોઈ લઈ શકતું નથી. હા, એની નજીક પહોંચનારા કેટલાક હોઈ શકે છે જેમકે વોઈસ ઓફ ફલાણા કે ઢીકણા.પણ અન્યનું સ્થાન આજે પણ ખાલી છે.જેમ કે ગાયિકા જયુથિકા રોય,ગીતા દત્ત કે તલત મહેમૂદ. જન્મે બંગાળી હોવા છતાં અન્ય ભાષાઓમાં પણ ગીતા દત્તે પોતાનો કંઠ આપ્યો છે.પણ ગુજરાતી ગીતો સૌથી વધુ લગભગ પોણોસોની આસપાસ હોઈ શકે. શો ટાઈમની આ જ દૈનિકની સિનેમા પૂર્તિમાં ગુજરાતી ફિલ્મો તેમજ અન્ય ગીતો વિશે ખૂબ સરસ માહિતી સંપાદકે આપી છે એની અહીં નોંધ લેવી ઘટે.ગીતા દત્ત એ ગીતા દત્ત જ હતાં અને રહેશે. એમની ગાયિકીનું સ્થાન કોઈ નહિ લઈ શકે.
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.