કોલસાની આગથી ચાલતી ગાડી પ્રારંભકાળમાં ‘‘આગગાડી’ કહેવાઈ પણ તે પછી વીજશક્તિ કામે લગાડાઈ. ભારતમાં ચારે દિશામાં રોજ દોડતી એ ગાડીનો લાભ રોજનાં હજારો મુસાફરો મેળવે છે. પાટા પર દોડતી ગાડી હવે તો પાટાથી ઊંચા અંતરે પણ દોડી રહી છે. અકસ્માતો, દુર્ઘટનાઓ થવા છતાં તેની વિશ્વસનીયતા ઘટતી નથી. મહાનગર સુરતને ખુશ થવા જેવા સમાચાર પણ આવ્યા છે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન ઝડપી અંતર મર્યાદિત સમયમાં કાપી સેવા બજાવે છે અને વધતી જતી જનસંખ્યા અને ઝડપી વિકાસ સાથે પડકારો ઉદ્ભવ્યા છે.
જરૂરિયાતો ઊભી થઈ છે એટલે સદ્ભાગ્યે દેશમાં પ્રથમ વાર સુરતમાં જમીનની નીચે ડબલડેકર સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ટ્રેનો સામસામેની જગ્યાએ ઉપર-નીચે આવશે. હાવડા પછી બીજું ઊંડું રેલવે સ્ટેશન સુરતમાં બનશે. ઉપર-નીચેના આવા સ્ટેશનને ડબલડેકર સ્ટેશન કહેવામાં આવે છે. મેટ્રો તંત્રે તેને ‘‘સ્ટેક સ્ટેશન’’ નામ આપ્યું છે. જ્યારે જગ્યાની પહોળાઈ એટલી ઓછી હોય કે અપ અને ડાઉન લાઈનો સામ-સામે બનાવી ન શકાય. ત્યારે તેને ઉપર-નીચે એટલે કે સ્ટેક મોડલમાં બનાવાય છે. દેશમાં આવી વ્યવસ્થાવાળું રેલવે સ્ટેશન સુરતમાં પ્રથમ વાર બની રહ્યું છે. ભારતીય રેલવેનો ઉપહાર મહાનગર સૂરતને મળ્યો.
ઝાંપાબજાર, સુરત- યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.