Charchapatra

ધરમજીના ઇમાન ધરમ

સબકી પરવાહ કરનેવાલા ચલા ગયા. જાણીતી અભિનેત્રી આશા પારેખના ધર્મેન્દ્રના અવસાન સમયના આ શબ્દો એકદમ સાચા છે. એક વાર જાણીતી ફિલ્મ ‘ફૂલ ઔર પત્થર’ના શૂટીંગ દરમિયાન એક અકસ્માતમાં સદાશિવ શિંદે નામના મહારાષ્ટ્રીયન ગરીબ સ્ટંટમેન્ટના પગમાં બહુ ભારી ફ્રેક્ચર થયું હતું. ઘડીનો પણ વિલંબ કર્યા વિના શૂટીંગની પરવાહ કર્યા વિના ધર્મેન્દ્રે એ સ્ટંટમેન્ટને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કર્યો. એના ઓપરેશનનો હોસ્પિટલનો તમામ ખર્ચ એટલે સુધી એના છ મહિનાનો ઘરનો ખર્ચ ઉપાડી લીધો હતો.

છ મહિના પછી શૂટીંગમાં ફરી ભાગ લીધો ત્યારે પણ એની જરૂરિયાત પર પૂરતું ધ્યાન આવ્યું હતું. પેલો સ્ટંટમેન્ટ જિંદગીભર ધર્મેન્દ્રનું અહેસાન ભૂલી શક્યો નહીં. માનવ સેવા એ જ પ્રભુસેવા મંત્રને ધર્મેન્દ્રે જીવનભર યાદ રાખ્યો હતો. સાથી કલાકાર માટે ધર્મેન્દ્ર ગોડફાધર સમાન હતા. ધરમજીના માન ધરમથી ફિલ્મી દુનિયા બહુ સારી રીતે પરિચિત હતી. 89 વર્ષનું આયુષ્ય ભોગવનાર ધર્મેન્દ્ર અંત સમય સુધી સ્વસ્થ રહ્યા હતા. ધરમજી સુખી સંસાર છોડી ગયા છે. ધરમજીને એના એક ચાહક હોવાને નાતે વિનમ્ર નમન. ઉપરોક્ત કિસ્સો એક હિન્દી ફિલ્મનાં વર્ષો પહેલાં પ્રકટ થયો હતો. જેની યાદ સમયસર ફરી તાજી થઈ.
સુરત     – જગદીશ પાનવાલા          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિશ્વાસમાં વિશ્વાસ રાખો
આ જીવનનો મૂળભૂત આધાર વિશ્વાસ છે એના પર જ સમગ્ર સંબંધોની  સફળતા ટકેલી છે. એ પછી ગુરુ-શિષ્ય, ભગવાન-ભક્ત, માલિક-નોકર, મિત્રતાકે પછી પતિ-પત્ની હોય. વિશ્વાસ પેદા કરવા માટે શ્ર્રધ્ધા, પ્રેમ અને શુધ્ધ પ્રામાણિક આપવા જરૂરી છે. ગમે તેવા સંકટો અને આપત્તિઓથી ડોલતી જીવન નાવને પણ વિશ્વાસરૂપી શક્તિ દરીયો પાર કરાવી શકે છે. જીવનાના દરેક ક્ષેત્રોમાં સફળતાની ચાવી માટે અતૂટ વિશ્વાસ છે શરત માત્ર એજ છે કે બન્ને પક્ષકારોએ તેને પ્રમાણિકતા અને વિશ્વાસથી નિભાવવાની છે. નિશ્ચિત સમયે સફળતારૂપી પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે જ.
મોટા મંદિર, સુરત    –  રાજુ રાવલ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top