Charchapatra

આ છે વાસ્તવિકતા

કોન્સ્ટેબલની ભરતી હોય કે કંડક્ટરની ભરતી હોય જેમાં ઓછામાં ઓછી 10-12 ધોરણ પાસ શિક્ષણની જરૂરિયાત જેમાં અસંખ્ય અરજદારો, સ્નાતકથી લઇ ડોક્ટરેટના અભ્યાસ ધરાવતાં ઉમેદવારો નોકરી માટે અરજી કરતા હોય છે. ત્યારે સમજાય છે ભારત દેશે કેટલો વિકાસ કર્યો છે. આટલી મોટી સંખ્યાની ભરતીની જરૂરિયાત થઈ ત્યાં સુધી તંત્ર શું નિદ્રામાં હતું? અને આવી ખાલી જગ્યા બાબતે પ્રજા પર અને કામ કરવા કર્મચારી પર કામનું ભારણ કેટલું! ભ્રષ્ટાચારનું આ પણ મૂળ છે. ફિક્સ પગાર અને પાંચ વર્ષ પછી છૂટા. ઉંમરના હિસાબે પોતાના સંસાર ચલાવવાની જવાબદારી નિભાવવા આવા યુવાનો કરે તો શું કરે?! ગુનાખોરી, લૂંટ, કોઈ પણ પ્રકારે આવક તો આવશ્યક છે.

ગુનાખોરી, અધમ કૃત્યનું આ મૂળ છે. હવે સરકાર નવી ભરતીમાં લશ્કરમાં કામ કરતા અમે પોલીસ કર્મચારી સિવાય અન્ય દરેકની પેન્શન પ્રથા બંધ કરવાનું વિચારી રહી છે. (પેન્શન એ વૃધ્ધોની જીવાદોરી છે) ‘હું ખાઉં છું પણ ખાવા દેતો નથી’ જેવું થઈ રહ્યું છે ‘ગુજરાતમિત્ર’ તા-28-11-2025ના ‘રાજકાજ ગુજરાત’માં કાર્તિકેય ભટ્ટ સાહેબ જણાવે છે મોટા મોટા લેખકો, વક્તાઓ અહીં ચૂપ છે’ સાહેબ આ જ કોલમમાં આવા પ્રશ્નોને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તંત્ર-લાગણીશૂન્ય બની ગયું છે. પહેલાં જે તે સરકારી કચેરીનો જાહેર કટાક્ષ થાય ત્યારે જે તે કચેરીએ રદિયો આપવો પડતો હતો. હવે એ પ્રથા રહી નથી. લાગણીનો અવાજ રુંધાવા લાગ્યો છે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top