Charchapatra

બીજાની સિદ્ધિનો આનંદ માણી શકાય?

રાંચી ખાતે રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન ડે મેચમાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ સેંચુરી પૂરી કર્યા પછી સ્વાભાવિક રીતે જ પોતાની રીતે એનું આગવું સેલિબ્રેશન કર્યું ત્યારે ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલીએ મેળવેલી આ સિદ્ધિ પર રોહિત શર્માએ જે રીતે સેલિબ્રેશન કર્યું અને આનંદ વ્યક્ત કર્યો એ મને ખૂબ ગમ્યું. એ જોઈને મને એવો વિચાર આવ્યો કે શું અન્યની સિદ્ધિ પર આપણે મુક્ત રીતે આનંદ માણી શકીએ છીએ ખરા? વળી,એનો હૃદયપૂર્વક સ્વીકાર કરીને વ્યક્ત કરી શકીએ છીએ ખરા? આ કક્ષા પર પહોંચવાનું ખૂબ અઘરું છે. પરંતુ અશક્ય તો નથી જ. આવી કક્ષાએ વ્યક્તિની નિખાલસતા, ઉદારતા અને મહાનતાની સર્વોત્તમ કક્ષા છે. આવું કરી શકીએ તો ચોક્કસ જ તબિયત સારી રહે.
નવસારી- ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top