Vadodara

મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીઓ તૂટી પડ્યા અને બિભસ્ત ગાળો ભાંડી

એસટી ડેપો પાસે બનેલી ઘટના કોઈકે મોબાઈલમાં કેદ કરી વીડિયો વાયરલ કર્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

વડોદરાની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના મકરપુરા એસટી ડેપો નજીક આવેલી એક હિન્દી વિદ્યાલયના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મારી રહેલા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીને મારતા મારતા બિભસ્ત શબ્દો ભાંડી રહ્યા હતા. જે વીડિયો વાયરલ થયો હતો.

વડોદરા શહેરમાં આવેલી કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો અંદર નજીવી બાબતે ઘણી વખત મારામારીની ઘટના બની છે. જોકે, આ ઘટનાઓ બાદ કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે આજે પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. આવી ઘટનાઓમાં કેટલાય વિદ્યાર્થીઓને ઈજા પણ પહોંચી છે અને એક વિદ્યાર્થીએતો જીવ પણ ગુમાવ્યો હતો. છતાં પણ હજીએ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. ગુરુવારે મકરપુરા વિસ્તારમાં એસટી ડેપો નજીક આવેલી એક શાળના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડિયો વાયરલ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ હિન્દી ભાષા બોલી રહ્યા છે. એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીઓ તૂટી પડ્યા હતા અને હિન્દી ભાષામાંજ ગંદી ગાળો પણ ભાંડી હતી. સૂત્રો દ્વારા આ મારામારી કરનાર વિદ્યાર્થીઓ પીએમ યાદવ સ્કૂલના હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વની બાબત છે કે શિક્ષાના ધામમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ હવે ઊંધા પાઠ ભણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે, આ મામલે સ્કૂલ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Most Popular

To Top