Charchapatra

માતા-પિતાનું ઘડપણ – બાળકોના હાથમાં

તા. ૬/૩/૨૧ ના રોજ આરતીબેન જે. પટેલના ચર્ચાપત્રનું મા-બાપ વિશેનું સુંદર લખાણ વાંચી થોડુ વધુ લખવાનું મન થયું. ઘડપણમાં મા-બાપ બાળકો માટે બોજ બની જાય છે. ત્યારે મા-બાપને ત્રણ-ચાર બાળકો હોવા છતાં એક ઘરથી બીજા ઘરે જઇને પોતાનું ઘડપણ વિતાવવું પડે એ શરમજનક બાબત છે.

બાળકો માતા-પિતાને સાચવવાના વારા રાખે છે. એ બાબત બાગબાન ફિલ્મની અંદર ખુબ જ સરસ રીતે ફિલ્માવવામાં આવી છે. જયારે માતા-પિતા ઘડપણના આરે હોય, આખી જિંદગી સુખ-દુ:ખમાં સાથે વિતાવ્યા પછી, પોતાના બાળકો માટે કિંમતી સમય પણ આપ્યા પછી જયારે પોતાની છેલ્લી ઘડીની જિંદગી પણ પોતાની મરજીથી ન જીવીને બાળકો માટે અલગ – અલગ ઘરમાં રહેવાનું દુ:ખ પણ માતા-પિતા (ખુશી ખુશી તો નહી) ભારે હૈયે સહન કરી લેતા હોય છે.

ત્યારે આપણે એ વિચારવુ રહ્યું કે બાળકોને જન્મ આપી, ઉછેરી, કાબેલ બનાવી માતા-પિતાએ પોતારી ફરજ પૂર્ણ કરી! તો માતા-પિતાની રિટાયર્ડ લાઇફ (પાછલી જિંદગી) સાચવવી એ બાળકની ફરજ નથી?!

પોતાની જિંદગીનો છેલ્લો દાયકો એકબીજાની સાથે, ખુશી-ખુશી, પોતાની ગમતી જગ્યા પોતાની ગમતી પ્રવૃત્તિ માતા-પિતાની આંતરિક વેદના સમજવી, શારીરિક – માનસિક તકલીફ સમજવી, તેમના માટે સમય ફાળવવો બાળકોને મુશ્કેલ કામ લાગે!

તો એટલુ યાદ રાખજો કે માં એ પોતાના ગર્ભમાં બાળકને ઉછેરતી વખતે પોતાની તકલીફોને નજરઅંદાજ કરી છે. પિતાએ બાળકોની દરેક જરૂરિયાત પૂર્ણ કરવા પોતાની જરૂરિયાતોને નેવે મુકી છે. તો બસ તેમના આ ઋણ સ્વિકારના બદલામાં તેમની રિટાયર્ડ લાઇફ સાચવી લઇશું ને તો એના કરતા પુણ્યનું કામ બીજુ કોઇ ન હોય?

અમરોલી          – પાયલ વી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top