નવી પેઢી જુની પેઢી કરતા ખૂબ આગળ રહી છે. એમ કહી શકાય કારણ કે એના ભાગે નવી નવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહે છે અને એનો લાભ પણ આ નવી પેઢીને મળતો રહે છે. હાલમાં તો નવી પેઢીને આપણે જેન – ઝેડનું નવુ નામ આપ્યું છે. આ જેન-ઝેડ પેઢી આજકાલ ખૂબ જ ચર્ચામાં રહી છે. હમણાં તો આ પેઢીએ ઘણી જગ્યાએ આંદોલન કરીને સરકારને હચમચાવી કાઢી છે, બીજી એક પેઢી છે જેમાં આપણો સમાવેશ કરી શકાય. આપણી પેઢીની હાલત બહુ જ ખરાબ છે કેમ કે આપણી પેઢીને નવી પણ ન કહીં શકાય અને જૂની પણ ન કહી શકાય. નવી પેઢી આપણને જૂની પેઢી સમજે છે અને જૂની પેઢી આપણને નવી પેઢી સમજે છે. આ સેન્ડવીચ પેઢીની મુસીબત એ છે કે જૂના વિચારો એમનો પીછો છોડતા નથી છતાં પણ તે જેન-ઝેડની સાથેના વિચારો સાથે સંમત થતા રહે છે. નવી પેઢીને સારા માર્ગે દોરવા માટે રાહ ચીંધતા રહે છે. જેન – ઝેડ પણ આ પેઢીને માનપૂર્વક જુએ છે. એમાં બે મત નથી જ. પછીતો બધુ આપણા વર્તન અને વ્યવહાર પર આધારિત છે.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તેને કોણ સજા કરશે ?
બધે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખૂબ જ સારું છે. ધીમે ધીમે આપણે સમાજ માટે સારી વ્યવસ્થાનું પાલન કરીએ છીએ. હવે, એક મોટો પડકાર એ છે કે જે લોકો નિયમોનું પાલન કરે છે તેની સામે નિયમોનું પાલન કર્યા વિના ના લોકો નડતરરૂપ અને ખુબ જ મોટા નુકસાનકારક છે, ટ્રાફિક સાઈન તોડવા વિવિધ તરકીબ અજમાવે છે, તે મુખ્યત્વે વાહન નંબર પ્લેટ સાથે ચેડા કરે છે, જેથી સરળતાથી કાયદાનો ભંગ કરી શકે. આવા વાહન ચાલક નિયમોનું પાલન કરનાર ને હાનિ પહોંચાડે છે , ખૂબ જ ઝડપી લાલ ચિહ્નમાંથી પસાર થાય અને જેથી સિગ્નલ અનુસરનાર અકસ્માતનો ભોગ બને છે, જો કાયદો કડક નહી બને તો નિયમોનું શું કાર્ય ? નિયમોને અનુસારનું હિત કોણ જોશે? તેને કોણ સજા કરશે?
સુરત – જિજ્ઞેશ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.