આજના દિવસોમાં દરેક મહાનગરોમાં પોલ્યુશન અને ગંદકી અને વાયરસ કંટ્રોલની બહાર છે. નાનાં બાળકોથી લઈને મોટા સુધી બધાને એલર્જીક બીમારી- અસ્થમા જેવા રોગોનું મૂળ ઘૂસી ગયું છે. ફેફસાંના રોગ આજકાલ કોમન થઈ ગયા છે. આ ફક્ત ઔદ્યોગિક વિકાસ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ત્રણ ગણું અને સુરતમાં મોટા ઉદ્યોગોમાંથી ઊડતી ડસ્ટ-રજકણ અને ડાઇંગ હાઉસના ભૂંગળામાંથી નિકળતા ધુમાડાએ આપણાં મહાનગરોને કફોડી હાલતમાં મૂકીને આપણા શહેરને બરબાદ કરે છે. ઝેરી કેમિકલયુક્ત પાણી તળાવ નદી-નાળાં-દરિયામાં બેફામ છોડે છે. આ બધાની અસર માનવજાતની હેલ્થ પર થાય છે. આને કંટ્રોલમાં લાવી શકાય છે. પણ માણસ કરતાં વધારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણવાદીઓએ આંખે પાટા બાંધી દીધા છે. માણસને હોસ્પીટલના ખર્ચા, નાની ઉંમરે એટેક- અસ્થમાના શિકાર બને છે. આ પરિસ્થિતિ દિનભરદિન વધતી જાય છે. બેફિકર પણ ચિંતા વગર પણ કોઈને દેખાતું કેમ નથી. જે દેશમાં પાટનગર જ પોલ્યુશનનું કારખાનું હોય ત્યાં બીજા પ્રદેશની શું વાત કરવી? આનો ઉકેલ લાવો, માણસોનાં સ્વાસ્થ્ય કથળી રહ્યાં છે, મરી રહ્યાં છે.
સુરત- તુષાર શાહ