SURAT

સુરત મનપાના વિરોધ પક્ષના નેતા ફરી શાળાએ જવાનું શરૂ કરશે!!

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) આ વખતે વિરોધ પક્ષ (Opposition) તરીકે આમ આદમી પાર્ટી બેસશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની નિમણુંક થઈ ચુકી છે. ત્યારે વિરોધ પક્ષે પણ તુરંત જ વિરોધ પક્ષના નેતા, ઉપનેતા અને દંડક જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી વખતે તેના કાર્યકર્તાઓ ભણેલા છે તેવી જાહેરાત કરી હતી અને હવે વિરોધ પક્ષના નેતા (Leader of the Opposition) માત્ર 8 પાસ હોય, સોશિયલ મીડીયા પર આપની ભારે ટીકા થઈ રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પક્ષના ઉપનેતા તરીકે ડો.કિશોર રૂપારેલિયા અને દંડક તરીકે ભાવના સોલંકીની નિમણૂંક કરી છે. જેમાં દંડક એડવોકેટ, ઉપનેતા ડોક્ટર અને વિપક્ષી નેતા ધો.8 પાસ જ હોઇ આપએ વિરોધપક્ષના નેતા માટેના માપદંડ જાહેર કરવા જોઇએ. એવી ટિપ્પણીઓ થઇ રહી છે. એટલું જ નહીં સોશિયલ મીડીયામાં તો સુરતમાં આપનો આધારસ્તંત્ર ઉભો કરનાર રામ ધડુક, કિશોરભાઇ જેવા લોકોને સાઇડલાઇન કરી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પોતાની મનમાની ચલાવી હોવાની વાતો પણ થઈ રહી છે. સોશિયલ મીડીયા પર લોકો લાયકાતને સ્થાન નહી, વિરોધ પક્ષના નેતા ફરી શાળાએ જવાનું શરૂ કરશે, જેવા મેસેજો વાયરલ થયા છે.

સુરત મહાનગરપાલિકાના 120 કોર્પોરેટર પૈકી માત્ર 6 પાસે જ માસ્ટર ડિગ્રી

સુરત: સુરત મહાનગરપાલિકાના નગરસેવકોએ ચુંટાયા બાદ પ્રથમ જાહેરસભામાં હાજરી આપી હતી. આ વખતે ભાજપના 93 તો આમ આદમી પાર્ટીના 27 નગરસેવક ચુંટાયા છે. જેમાં 38 નગરસેવક સ્નાતક છે. જ્યારે 28 નગરસેવક 6થી 9 ધોરણ ભણ્યા છે. જ્યારે 35 નગરસેવક 10થી 12 પાસ છે. જ્યારે એક નગરસેવક માત્ર 3 ચોપડી ભણ્યા છે. તો એક નગરસેવક માત્ર પાંચ જ પાસ છે.

રાજકારણમાં મોટે ભાગે ઓછું ભણેલા લોકો જ હોય છે. સુરત મનપાના 120 નગરસેવક ચુંટાઈ આવ્યા છે. જેમાં 93 ભાજપના, તો 27 નગરસેવક આમ આદમી પાર્ટીના છે. જેમાં મોટા ભાગના નગરસેવકો સ્નાતક તો, 10થી 12 પાસ છે. 6 નગરસેવક એવા છે કે, જેઓએ સ્નાતકનો આભ્યાસક્રમ અધૂરો છોડ્યો છે. તો 6 નગરસેવક પાસે માસ્ટર ડિગ્રી છે. આમ આદમી પાર્ટીના રૂતા દુધાગરા એન્જિનિયર છે. જ્યારે આમ આદમી પાર્ટીના નગરસેવક અને વિપક્ષ ઉપનેતા કિશોર રૂપારેલીયા સ્કીનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર (એમ.ડી.) છે. અલ્પેશ પટેલ એમ.બી.એ. છે. નગરસેવક નરેશ રાણાએ એમ.કોમ. કર્યું છે. જ્યારે ડેપ્યુટી મેયરે વકીલાતના માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. ભાજપના નગરસેવક નરેશ શાંતારામ પાટીલ ડોક્ટર છે. તો સુમનબેન ગડિયાએ પોલિટિક્સમાં મેટ્રીક્સ કર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top