SURAT

મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસરનો કેબીનમાં જ ઈ-સિગાર પીવાનો વિડીયો વાઈરલ

સુરત: સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. મુગલીસરા ખાતે પોતાની કેબિનમાં તેઓ ઈ-સિગરેટ ફુંકી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ એડી.સીટી ઈજનેર અને વોચ એન્ડ વોર્ડના વડા ભગવાકરે સી.એસ.ઓ જાગૃત નાયકને ચાર્જશીટ ફટકારી છે.

  • એડિ. સિટી ઈજનેર દ્વારા ચીફ સિક્યુરિટી ઓફિસરને ચાર્જશીટ અપાઈ, અઢી વર્ષમાં ત્રીજી ચાર્જશીટ અપાઈ

અત્રે ઉલેલખનીય છે કે, જાગ્રત નાયક એક યા બીજા કારણોસર વિવાદમાં આવતા રહે છે. જેના કારણે છેલ્લા અઢી વર્ષમાં ત્રીજી વખત ચાર્જશીટ ફટકારવામાં આવી છે. અને એક ઇઝાફો પણ રોકાયેલો છે.

શહેરમાં એક તરફ પોલીસ દ્વારા ઈ-સિગરેટનું વેચાણ કરનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સિગારેટમાં વપરાતી તમાકુને બદલે ઈ-સિગારેટમાં નિકોટીન વાપરવામાં આવે છે. અને ઈ-સિગરેટને ભારતમાં બેન કરવામાં આવી છે. તેમ છતાં ખુલ્લેઆમ તેનું વેચાણ જાહેરમાં થાય છે. તો બીજી બાજુ સુરત મનપાની ઓફિસમાં જ ચીફ સીક્યુરીટી ઓફિસર દ્વારા ચાલુ નોકરીએ તેમની કેબીનમાં બેસી ખુલ્લેઆમ ઈ-સીગરેટ ફુગતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

હાલમાં જ તેઓને યુનિયનોની ખાલી થયેલી નીચેની ઓફિસ ફાળવવામાં આવી છે. જેથી મનપાની મુખ્ય કચેરીમાં આવનારા જનારા સ્પષ્ટપણે તેમને ઈ-સિગરેટ ફુંકતા જોઈ શકે તેમ છે. જેથી વોચ એન્ડ વોર્ડ વિભાગના વડા ભગવાકરે તેમને બોલાવી ખખડાવ્યા હતા અને ચાર્જશીટ ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તેઓ કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં આવી ચુક્યા છે જેથી તેમને બે વાર ચાર્જશીટ આપવામાં આવી છે અને એકવાર શો-કોઝ પણ અપાઈ છે. અને અગાઉ એક વખત તેમનો ઈજાફો પણ અટકાવાયો છે.

મેં કોઈપણ પ્રકારનું વ્યસન કર્યું નથી: ચીફ સિક્યુરિટી ઓફિસર
આ વાઈરલ વિડીયો બાબદે ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે જણાવ્યું હતું કે, પોતાના દ્વારા આ સમગ્ર વીડિયોમાં પોતે કોઈપણ પ્રકારનું વ્યસન કરવામાં આવ્યું નથી.

Most Popular

To Top