Vadodara

વડોદરા : વિધિ કરવાના બહાને 5.90 લાખની ઠગાઈ

મકાન માલિક યુવકના લગ્ન થતાં ન હોય ગ્રહો નડે છે તેમ કહી સોનાના દાગીના, રોકડા રૂપિયા પડાવ્યા, ક્રેડિટ કાર્ડ માંથી એસી ફ્રીજ લેવડાવ્યા, અન્ય બે લોકો પાસેથી લીધેલા સોનાના દાગીના પણ બારોબાર ગીરવી મૂકી દીધા

વડોદરા તા.27

વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા આવેલાં મહારાજે વિધિ કરવાના બહાને મકાન માલિક યુવકના લગ્ન થતા ન હોય તેમને ગ્રહ નડે છે તેમ કહી વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવક પાસેથી 3.60 લાખના દાગીના લીધા હતા અને 1 લાખમાં ગીરવી મૂકી દીધા હતા. ઉપરાંત અન્ય બે લોકોને તાંત્રિક વિધિ કરવાનું કહી રૂ.2.30 લાખના દાગીના લઈ સોની પાસે ગીરવી મૂકી દીધા હતા. જે રૂ.5.90 લાખના દાગીના અને રોકડા પરત નહીં આપતા મહારાજ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધીએ ફરીયાદ નોંધાવી છે. મારું બીજું મકાન હરણી રોડ વિજયનગર સોસાયટી આવેલું છે જે મકાન ભાડે આપવાનું હોય અમારા પડોશમાં રહેતા કૌશલભાઈ ચોક્સીએ મને ફોન કરી એક પતિ-પત્ની ભાડેથી ઘર શોધે છે, તમારૂ મકાન ખાલી છે તે મકાન તમારે ભાડે આપવું હોય તો તમે તેમને મળી શકો છો તેમ જણાવ્યુ હતું. જેથી હું બીજા દીવસે અમારૂં વિજયનગરના મકાન પર પિતા ભરતકુમાર ગાંધી સાથે ગયો હતો. ત્યાં મકાન ભાડેથી લેવા ઈચ્છા ધરાવતા હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજને મળવા બોલાવ્યા હતા. જેથી તેઓ ત્યાં આવતા મકાનની ડીપોઝીટ બાબતે વાત કરી હતી. હિતેષભાઈ મકાન ભાડેથી લેવા સહમત થયા હતા અને મકાનનું માસીક ભાડુ રૂપિયા 5300 નક્કી કર્યું હતું. જેથી 10 માર્ચ 2024થી રહેવા આવ્યા હતા. તેઓ તેમની પત્ની સાથે આ મકાનમાં ભાડેથી રહેતા હતા.
અમારે તેઓ સાથે અવાર નવાર ફોનથી વાતચીત થતી હતી વાતચીત દરમ્યાન મારે લગ્ન કરવાના હોય લગ્ન બાબતે પણ હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ સાથે વાતો થતી હતી. ગત 1 જુલાઇના રાત્રીના રોજ ફોન કરી તમારા લગ્નમાં ગ્રહો નડે છે. જેથી તમારા લગ્ન નક્કી થતા નથી તેમ કહેતા મે તેઓને ગ્રહો દુર કરવા માટે ઉપાય પૂછતા તેઓને ગ્રહ દુર કરવા માટે તમારા ઘરમાં રહેલા સોનાના દાગીનાની વિધીવત પુજા કરવાથી ગ્રહો દુર થશે. વિધી કરવા માટે તમારે મને તમારા દાગીના આપવા પડશે તેમ કહેતા મે મારી માતા સાથે વાત કરી હતી. 2 જુલાઈના રોજ વિજયનગર ખાતે હિતેષ યાજ્ઞીકને મળવા ગયો હતો અને તેઓને મારી 1 સોનાની વીંટી, 1 સોનાની ચેઇન બન્નેનું વજન આશરે કિંમત 2.50 લાખના દાગીના મે વીધી કરવા માટે આરોપી હિતેષ ઉર્ફે ઘનશ્યામ મહારાજને આપ્યા ત્યારે તેઓએ વિધી કરીને 10 દીવસમાં દાગીના પરત આપવાની વાત મને કરી હતી. ઉપરાંત તે સિવાય મારા ક્રેડિટ કાર્ડ પર ફ્રીજ રૂ.40 હજાર, 40 હજારનું એસી તથા રોકડ રૂપિયા 30 હજાર મારી પાસે લીધા હતા. પરંતુ એસી, ફ્રીઝ અને રોકડા રૂપિયા અને વિધી માટે આપેલા સોનાના દાગીના મળી રૂ 3.60 લાખની મતા પરત હિતેષ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજે આપ્યા નથી. અમે અમદાવાદ ખાતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મળવા ગયા હતા ત્યાં તેઓની પુછપરછ દરમ્યાન આ મારા દાગીના રૂપિયા 1 લાખમાં સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકેલ હોવાનું અમને જણાવ્યુ છે.
વિજયનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોનીના ઘરે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું અને રમેશભાઈ બાબુભાઈ સોની હેન્ડીકેપ હોય તેઓની માનસીક સ્થીતી સારી રહેતી ન હોય જેથી તેઓની માનસીક શાંતી તથા ગ્રહો સુધારવા માટે વીધી કરવા માટે હિતેષ યાજ્ઞીક રમેશભાઈ સોનીના ઘરે જઈ સોનાના દાગીના આપો આ દાગીના 27 દીવસની વીધી કર્યા બાદ પરત આપીશ તેમ કહયુ હતું. જેથી રમેશભાઈ સોની પાસેથી રૂ.1.90 લાખના સોનાના દાગીના લીધા હતા. 27 દીવસ બાદ પણ રમેશભાઈ સોનીને દાગીના પરત આપ્યા ન હતા. આ દાગીના આરોપી હિતેષ યાજ્ઞિકે સોની નવીનચંદ્ર શાહ પાસે રૂ.35 હજારમાં ગીરવે મુકેલા હોવાનું જણાવેલ છે.તેવી જ રીતે આશિષભાઈ પ્રવિણભાઈ પરમારના ઘરે જઈ પોતે તાંત્રીક વીધી કરે છે તમારા ધંધામાં વધારો અને પ્રગતી કરવી હોય તો તમારે વીધી કરાવવી પડશે તેમ કહી તેમની પાસેથી રૂ.40 હજારની વીંટી સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકી હતી.

Most Popular

To Top