Gujarat

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ જીવન ટૂંકાવ્યું, એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે પોલીસ ફરિયાદ કરી હતી

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રાજકોટના માલવિયાનગર પોલીસની ટીમ ખાનગી હોસ્પિટલ દોડી ગઈ છે. તબીબોએ જીત પબારીને મૃત જાહેર કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીતુ પબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ કરાઈ હતી. તે ઘટનાના બરોબર એક વર્ષ બાદ જીતુએ જીવન ટૂંકાવ્યું છે.

પોલીસ ફરિયાદમાં જીતુની પૂર્વ મંગેતરે એવા આક્ષેપ કર્યા હતા કે લગ્નની લાલચ આપી જીતુ પબારીએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગાઈ તોડી નાંખી હતી.

ચેતેશ્વર પૂજારાનો એક જ સાળો હતો
ચેતેશ્વર પૂજારાના સાસરિયા મૂળ જામજોધપુરના છે. તેઓ 20 વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે. સસરા કોટનની જિનિંગ ફેક્ટરી ચલાવે છે. ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. પૂજાનો જન્મ ગોંડલ થયો હતો. અમદાવાદથી માસ્ટર્સ કર્યું છે.

Most Popular

To Top