ભારતમાં મહિલા શક્તિ દિવસે ને દિવસે વધી રહી છે. લાડલી બહેનોએ મુંબઈ શહેરમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ આ મહાનગરમાં જ્યારે મહિલા પર અન્યાય થાય અથવા બળત્કાર થાય તેવા સમયે લાડલા ભાઈઓ બહેનોના પડખે ઊભા રહેતા નથી. સત્તા પક્ષમાં જેમનો પાવર હોય તેમના પડખે રહે છે. જેનો અભ્યાસ દરેક નારીએ ચીવટપૂર્વક કરવો જોઈએ. જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય તેવા સમયે મહિલાઓને મહિલા સશક્તિકરણ નામે ઘણી બધી સહાય કરવામાં આવી છે. જ્યારે 15 કે 20 વર્ષની નારી પર બળાત્કાર થાય ત્યારે આ સર્વ મહિલાઓએ એક જૂથ બનવું જોઈએ. જેથી કરીને દરેક મહિલા મતદારની શક્તિનો પરચો મળી શકે છે.
ભારતમાં દરેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સમયે મહિલાઓને ટાર્ગેટ કરીને મતની તરફેણ કરવાના અને કીમિયાઓ અજમાવવામાં આવે છે તેમાં સરકારને સપોર્ટ રહે છે. મહિલા શક્તિ આજે દિવસે ને દિવસે સારી છબી ધરાવે છે. પરંતુ અત્યાચાર અને પુરુષનો ભોગ બને તેવા સમયે પણ દરેક મહિલાઓએ સરકાર પર ભારણ ઊભું કરીને ન્યાય અપાવવા માટે આગળ આવવું જોઈએ તે ક્યારેય ન ભૂલવું જોઈએ. મહિલા એ દરેક દેશની શોભા અને કિંમતી ઘરેણું છે. તેની કદર ભારતના દરેક રાજ્યમાં થવી જોઈએ. નહીં કે મતદાન સમયે ઉપયોગ કરીને ભૂલી જવું જોઈએ. રાજકારણનો ભોગ ક્યારેય બનવું ન જોઈએ પણ રાજકારણ ચલાવવું જોઈએ.
તાપી – ચૌધરી હરીશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.