Charchapatra

ડિગ્રી એ કાગળનો ટૂકડો છે,જ્યારે સંસ્કાર એ જીવનનો  મીઠો મધુરો ટહુકો છે

જીવનમાં અનેક સંઘર્ષ અને ઘર્ષણ પછી ગામમાં બાપ-દાદા બે પાંદડે સુખી થતાં અર્થાત્ આર્થિક સ્થિતિ સારી થવાથી, લીલી વાડી જોયા પછી મૃત્યુ પામતાં વારસો પાછળ કરોડો રૂપિયાની ખેતીની જમીન મૂકીને સાથે સાથે માંહોમાંહેની તકરાર પણ છોડી ગયા! ખેર, એક વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર વિધવા બહેનને એના ગરીબ ભાઈએ,   શિક્ષિકાની મહાઉપાધિ અપાવી, તેણીને ઉચ્ચ શિક્ષિકા તરીકે નોકરી મળ્યેથી ત્યાર બાદ બે સગા ભાણેજોને વિદેશ ભણાવી ગણાવી નોકરીએ લગાડ્યા અને જીવનમાં વેલ સેટ કર્યા! ગરીબ ભાઈ એ જોઈ રાજી થાય! કિન્તુ, હરામી બહેન – ભાણેજોને  કોઈ ફરક પડે નહિ, એક ભાણેજના જન્મ દિવસે મામાએ ફોનથી બહેન – ભાણેજને શુભેચ્છાઓ આપી અને એ ગરીબ મામાએ ભાણેજને આશીર્વાદ લેવા ઘરે આવવાનું નિમંત્રણ આપે છે.

હાથમાં ભેટ લઈ મામા પ્રતીક્ષા કરે છે, આખી રાત પણ પેલો ભાણેજ ઘરે પધારતો નથી! સવારે વિદેશી કૂતરાને લઈ જતા ભાણેજને મામા રામ રામ કહે છે પણ સામેથી કોઈ પ્રતિભાવ મળતો નથી. મામા અત્યંત દુઃખી થાય છે. દારુણ ગરીબીમાં બહેન અને ભાણેજને ભણાવ્યાં ગણાવ્યાં, ડિગ્રી અપાવી પણ એ ડિગ્રી માત્ર કાગળ ઉપર જ રહી.  બહેને આ બાળકોને સંસ્કારો નહિ આપ્યા કે, વડીલો જોડે કઈ રીતે વર્તન કરવું જોઈએ? ગરીબ મામાએ રીક્ષા ચલાવી, હીરા ઘસી અને ગામમાં દેશી દારૂ વેચી અને મામીએ ફળિયામાં એંઠાં વાસણ માંજીને, બહેન અને ભાણેજોનું ભરણપોષણ સુદ્ધાં કર્યું હતું…! કિન્તુ, આ કળિયુગની અસર…! ઉપકારનો બદલો મામાને આ રીતે પરત મળે ..!.ત્યારે મામા ઉપર શી વિતતી હશે તે રામ જાણે! મામાના દુઃખી હૈયાને કોણ શાંતવંત આપી શકે!(સત્યઘટના આધારિત)
          સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top