ઈન્ડિગો ચેક-ઈન કાઉન્ટર પર પીઓપીનું પાટિયુ તૂટ્યું : સ્ટાફ મેમ્બરનો બચાવ
ઈન્ડિગો મેનેજમેન્ટએ તમામને કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની ખાતરી કરવા માંગ ઉઠી

( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.જોકે, સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. એરપોર્ટ ઉપર ઈન્ડિગો ચેક-ઇન કાઉન્ટર પર પીઓપીનું પાટિયું સિલિંગમાંથી તૂટી પડતા એક સ્ટાફ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો.
વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈનના ચેક-ઇન કાઉન્ટર ઉપરથી પીઓપીનું પાટિયું અચાનક તૂટી પડ્યું હતું. ઘટના સમયે નીચે કામ કરતી સ્ટાફ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ, આ ઘટના સુરક્ષા અને મેન્ટેનન્સ ઉપર ગંભીર સવાલો ઊભા કરે છે. એરપોર્ટના સતત વિકાસ અને આંતરરાષ્ટ્રીય દરજ્જા માટે શહેરના સપનાઓને સાકાર કરવાનો મોટો પ્રયાસ ચાલી રહ્યો છે. પરંતુ આવી ઘટનાઓ તે સપનાઓના પણ પાટિયા પડતા ન દેખાય તેની ચિંતા વધારે છે. ઘટના અંગે તરત જ તપાસ શરૂ કરવા સાથે સાથે એરપોર્ટ મેનેજમેન્ટ, ડીજીસીએ, ઈન્ડિગો મેનેજમેન્ટએ તમામને કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની ખાતરી કરવા માંગ ઉઠી છે. વડોદરા એરપોર્ટ પર દરરોજ હજારો મુસાફર અને કર્મચારીઓની સુરક્ષા સર્વોપરી છે. જેમાં મેન્ટેનન્સ અને સ્ટ્રક્ચરલ સેફ્ટી માટે નિયમિત ચેક જરૂરી, જવાબદાર અધિકારીઓની જવાબદારી નિશ્ચિત થાય. શહેરનું સપનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માત્ર નામ પૂરતું ન રહે, સુરક્ષા અને વ્યવસ્થામાં પણ આંતરરાષ્ટ્રીય ધોરણો લાગુ પડે તે જ હવે સૌથી મોટી જરૂર છે.