સુરત: નીતિ આયોગના પૂર્વ ચેરમેન અમિતાભ કાન્ત દ્વારા ટેક્સટાઈલ યાર્ન અને ટેક્સટાઈલ રો મટીરિયલ પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર બહાર પાડી ડોમેસ્ટિક કોર્પોરેટને લાભ કરાવવા અને ટેક્સટાઈલ કામદારોને બેરોજગાર કરવા મામલે ટીકા કરવામાં આવ્યા પછી કેન્દ્ર સરકારે પોલિએસ્ટર યાર્ન અને યાર્નના રો મટીરિયલ PTA MEG પરથી બીઆઇએસના QCO ઉઠાવી લેવામાં આવ્યા છે. આ ઉપક્રમમાં સરકારે હવે વિસ્કોસ સ્ટેપલ ફાઇબર યાર્ન પરથી કેન્દ્ર સરકારે BISના ક્વોલિટી કંટ્રોલ ઉઠાવ્યા છે.
આયાતી યાર્ન ઉપલબ્ધ થતાં વિવર્સને સસ્તી કિંમતમાં સારું ક્વોલિટી યાર્ન મળશે
ચેમ્બરનાં માજી પ્રમુખ અને ટેકસટાઈલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સરકારે વિસ્કોસ સ્ટેપલ યાર્ન રો મટીરિયલ વિસ્કોસ સ્ટેપલ ફાઇબર પરથી ક્વોલિટી કંટ્રોલ ઉઠાવ્યા છે. આ તો મટીરીયલમાંથી બનતા વિસ્કોસ સ્પન યાર્નનો રોજનો વપરાશ 15,000 મેટ્રિક ટનનો છે.
સુરતમાં 90% એર જેટ હાઇ સ્પીડ લૂમ્સમાં આ યાર્નનો ઉપયોગ થાય છે અને 10% ઉપયોગ રેપિયર લૂમ્સમાં થાય છે. સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રી 2500 ટન યાર્ન સ્થાનિક મેન્યુફેક્ચર્સ પાસે મેળવે છે. 7500 ટન દક્ષિણ ભારતમાંથી મંગાવવો પડે છે. બીઆઇએસ ના QCO ઉઠી જતાં હવે સરળતાથી આયાતી યાર્ન ઉપલબ્ધ થતાં વિવર્સને સસ્તી કિંમતમાં સારું ક્વોલિટી યાર્ન મળશે.
ભાવ ઘટાડાનો ડોમેસ્ટિક ઉત્પાદકો સાથે વિવરોને પણ મળવો જોઈએ: મયુર જે ગોળવાલા
વિવર અગ્રણી મયુર જે. ગોળવાલાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં લાગુ BISના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 18 નવેમ્બર 2025ના રોજ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ દ્વારા વિસ્કોસ સ્ટેપલ ફાઇબર ઉપરથી રદ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ નિર્ણયથી સ્પીનરો હવે સરળતાથી અને સારી ક્વોલિટીનું રોમટીરીયલ આયાત કરી શકશે અને ભાવમાં પણ લાભ થશે. સુરત શહેરમાં પણ ઘણા વિસ્કોસ બેઝ કાપડ બનાવનાર વિવરો મોટી માત્રામાં 30 અને 40 સ્ટેપલનો વપરાશ કરી સારી ક્વોલિટીનું કાપડ બનાવી રહ્યા છે. જેથી સ્પીનરોને આયાત વિસ્કોસ સ્ટેપલ ફાઇબર રોમટીરીયલમાં થયેલો લાભ વીવરોને પણ પાસઓન થાય તો તે સારી બાબત કહેવાશે. કારણ કે, આ લાભ ડોમેસ્ટિક ઉત્પાદકો સાથે વિવરને પણ મળવો જોઈએ.