SURAT

ઘરમાં હોમ થિયેટર બનાવનારા ચેતે, વેસુના બંગલામાં આગ લાગી

શહેરના વસુ યુનિવર્સીટી રોડ ખાતે આવેલા બંગલાના ચોથા માળે બનાવવામાં આવેલા થિયેટર રૂમની અંદર આજે બુધવારે સવારે આગ ભડકી ઉઠી હતી. જેને પગલે પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ યુનિવર્સિટી રોડ ખાતે આવેલી શીતલ સોસાયટીમાં બંગલો નંબર 18 માં હાર્દિકભાઈ શાહ રહે છે. બંગલાની અંદર ચોથા માળે હોમ થિયેટર બનાવવામાં આવ્યું હતું. દરમિયાન આજે બુધવારે સવારે બંગલાના ચોથા માળે આવેલા થિયેટર રૂમની અંદર આગ લાગી ગઈ હતી. એટલું જ નહીં આગને પગલે ઘુમાડો બહુ જ વધારે પ્રમાણમાં બંગલામાં ભરાઈ ગયો હતો. તેથી બંગલાની અંદર હાજર પરિવારના સભ્યોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

ઘટના અંગે જાણ કરવામાં આવતા વેસુ અને મજુરા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવા માટેની કામગીરી હાથ પરી હતી.

વધુમાં સબ ફાયર ઓફિસર ક્રાંતિ ભગેરીયાએ જણાવ્યું હતું કે હોમ થિયેટરમાં જયારે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર ન હતું. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું અનુમાન છે. હોમ થિયેટરમાં ત્રણ સોફા હતા. સોફામાં આગ પકડાતા ઘૂમાડો બહુ જ વધારે પ્રમાણમાં ભરાઈ ગયો હતો.

પરિવારના સભ્યો બંગલાની અંદર નીચે હાજર હતા અને તેઓ તમામ સુરક્ષિત હતા. સમયસર આગને કંટ્રોલ કરી લેવામાં આવી હતી અને કોઈ જાનહાનિ નહી થવા પામી હતી. પરંતુ આગને કારણે સોફા, પીઓપી અને વાયરિંગ બળી ગયા હતા.

Most Popular

To Top