બેંકોમાં જમા કરાયેલા કુલ નાણાંમાંથી માત્ર પાંચમા ભાગની રકમ જ મહિલા ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં છે. એક અનુમાન પ્રમાણે ભારતમાં વ્યક્તિ દીઠ વૃક્ષોની સંખ્યા 28 છે. રાષ્ટ્રીય સ્તરે સ્કૂલ જવા માટે સાઈકલના ઉપયોગનું પ્રમાણ ગામડાંમાં વર્ષ 2007 થી 2017 સુધીના ગાળામાં વધીને 12.3 ટકા થઈ ગયું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ડાયરેક્ટ ટુ હોમ બ્રોડકાસ્ટિંગ એટલે કે DTH ઉદ્યોગો 76 લાખ ગ્રાહક ગુમાવ્યા છે. દેશમાં દર કલાકે મહિલાઓ વિરુધ્ધ અપરાધના 51 કેસ નોંધાઈ રહ્યા છે. દરરોજ સરેરાશ 1220 મહિલાઓ ગુનાનો ભોગ બને છે.હાલના 151 સાંસદો અને ધારાસભ્યો પર મહિલાઓ વિરુધ્ધ ગુનાના કેસ નોંધાયેલા છે.
મણિનગર, અમદાવાદ- જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવનરૂપી ઘડિયાળ
માનવીનું જીવનચક્ર પણ ઘડિયાળના કાંટાઓ રૂપી છે. મનુષ્યના જીવનક્રમમાં બાળપણ, યુવાની તથા ઘડપણ સમાવિષ્ટ હોય છે. અહીં બાળપણ એટલે ઘડિયાળનો સેકન્ડ કાંટો ગણી લઈએ, યુવાની એટલે મિનિટ કાંટો અને ઘડપણ વૃધ્ધાવસ્થા એટલે કલાક કાંટો ગણી લઈએ. બાળપણ ખૂબ જ ઝડપથી જાણે ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ ક્યાં વહી ગયું તે ખબર જ ન પડી અને યુવાનીમાં નોકરી-ધંધાની અને પૈસા કમાઈ-કુટંબની કાળજી લઈ, સુખી જીવન જીવવાની આશા રાખતા હોય છે, ત્યાં તો ઝડપથી ઘડપણ ડોકિયું કરતી આવી ગઈ ત્યારે બાળપણની તોફાની મસ્તી જિંદગી અને યુવાનીમાં મોજ-મજા યાદ આવી ગઈ. આ ઘડપણ કોણે મોકલ્યું. જાણે કલાક કાંટાની જેમ ધીમે ધીમે વહે છે, પણ આ વૃધ્ધાવસ્થામાં વ્યક્તિએ ઉંમરની ગણતરી વિના, આનંદથી જીવી લેવું તથા કોઈક એક શોધ કેળવી જેવા કે સંગીત, ચિત્રકાળ, વાચન, લેખન કે સમાજ સેવાકીય કાર્યમાં વ્યસ્ત રહી, જિંદગી ફક્ત લાંબી નહીં પણ ખુશીથી જીવો.
રાંદેર રોડ, સુરત – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.