ગરીબોના કલ્યાણ માટે સમપોષિત વિકાસ (સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ)નું મહિમાગાન કરતી યુરોપની ગ્રીન લોબીનાં દેશો ભારત મૂળભૂત જરૂરિયાતમાં સ્વાવલંબી ન બને તે માટે દાવપેચ અખત્યાર કરતા રહી કરોડો ડોલર ખર્ચવાની આવી બેવડી ચાલ માટે જાણીતા છે. ભારતના પશ્ચિમ કિનારે નર્મદા યોજનાનો શિલાન્યાસ તો ૫ એપ્રિલ ૧૯૬૧માં તત્કાલિન વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂએ કરેલો પરંતુ તે પછી નર્મદા બચાવો નામે મેઘા પાટકર દ્વારા માનવ અધિકાર, પ્રાકૃતિક સમતુલન, આદિવાસીઓનાં વન અધિકાર પ્રકારના પ્રશ્નો આડા કરી ૫૬ વર્ષ સુધી ગુજરાત રાજસ્થાનના કૃષિ ઉત્પાદનને પ્રતિવર્ષ ૧૪૦૦ કરોડની તથા પાવર ઉત્પાદનમાં ૧૪૫૦ મેગાવોટની ખોટ પહોંચાડવામાં આવી. ગુજરાત રાજસ્થાનનાં ગામડાંઓને પ્રાકૃતિક સંસાધન હોવા છતાં ગરીબી વેંઢારનાર બનાવ્યાં. તે છેક ૨૦૧૭ સપ્ટેમ્બરમાં નર્મદા ડેમનું કાર્ય ૪૫૫ ફૂટની ઊંચાઈએ પૂર્ણ થતાં છેલ્લાં ૮ વર્ષમાં જ સરદાર સરોવર બંધ ૬ વખત ઓવરફલો થયો અને આશીર્વાદ સ્વરૂપ ३२० મીલીયન એકર ફૂટ મીઠું પાણી દરિયાની ખારાશમાં વેડફાતું અટક્યું છે.
યુરોપની ગ્રીન લોબીના ફંડથી ચાલતી નર્મદા બચાવ આંદોલનથી મેઘા પાટકર અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની તત્કાલિન કોંગ્રેસ સરકારોએ આંતરરાજ્ય હિત સાથે આદિવાસી અધિકારને જોડી દેશની ૧૭ લાખ હેકટર જમીનને (૫ દશક સુધી) બિનઉપજાઉ તો રાખી જ તેથી વિશેષ ગુજરાત રાજસ્થાનને પ્રત્યેક ત્રીજા વરસે ભરડો લેતાં દુષ્કાળ માટે ૧૬૦૦૦ કરોડ ફાળવતાં રહી પોલીટીક્સ ઓફ વોટરટેંક જેવી હલકી રાજનીતિમાં પ્રજાને ગરીબી સાથે જોડી રાખી હતી.
નર્મદા યોજનાને અટકાવી, વિકાસથી વંચિત રાખ્યા તે જ કામ હવે દેશના પૂર્વ સીમાડે સોનમ વાંગચુક યોજી રહ્યા છે. મૂળે મિકેનિકલ ઈજનેર પરંતુ લેહ લદાખમાં ૮૫% વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરીની પરીક્ષામાં નાપાસ થતાં જોઈ સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે “સ્થાનિક સમાધાન અને વૈશ્વિક ઉમ્મીદ’’ની વિચારધારાને લઈ ‘મા કી પાઠશાલા’’ નામે આત્મનિર્ભર અને જીવન માટે અનુભવ શિક્ષણના પ્રયોગથી જાહેર જીવનમાં પ્રવેશ્યા. ૧૯૮૮માં સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરર મૂવમેન્ટ ઓફ લદ્દાખ નામે સ્વૈચ્છિક સંસ્થા તૈયાર કરી. ઈન્ડસ વેલીમાં “કર કે શીખો’ ની વિચારધારા સાથે લદાખી યુવાનો માટે નિવાસી શાળાઓ તૈયાર કરી. ૧૯૯૪માં વિલેજ એજ્યુકેશન કમિટીના માધ્યમથી ૧૦,૦૦૦ શિક્ષકોને લઈ લેહ લદાખનાં સાંસ્કૃતિક પરિવર્તનના ઉદ્દેશ માટે ઉર્દૂ સાથે લદાખી ભાષામાં શૈક્ષણિક અભ્યાસક્રમ તૈયાર કરી શક્યા.
જમ્મુ કાશમીરનાં ઠંડા-સૂકા રણની વૈશ્વિક ઓળખના સ્થાને સોનમ વાંગચુકે ઓટોનમસ લેહ લદ્દાખનું વિઝન ડોક્યુમેન્ટ વિસ્તારતા મનમોહન સરકાર થકી જમ્મુ કશમીરમાં બોર્ડ અધ્યક્ષ નિયુક્ત થયા. પોતાની સ્વૈચ્છિક સંસ્થા માટે વિદેશી ફંડ એકત્ર કરી શકનાર વર્ષ ૨૦૧૩માં આઈસ સ્તુપનો પર્યાવરણ વિચાર જમીન ઉપર ઉતારી લેહની સૂકી ધરતીને હરિયાળી કરવામાં સફળ રહેતાં ૨૦૧૬માં રોલેક્સ એવોર્ડ, ૨૦૧૮માં રેમન મેગ્સેસ એવોર્ડથી સન્માનિત થયા.
હિમાલયન ઈન્સ્ટીટ્યુટ ઓફ લેહના માધ્યમથી શિક્ષણ પર્યાવરણ ક્ષેત્રે પ્રભાવશાળી બદલાવ ઉતારનાર વાંગચુક માટે ઓગસ્ટ ૨૦૧૯માં અનુચ્છેદ ૩૭૦ રદ થતાં સ્વતંત્ર લેહ લદ્દાખમાં પાંખો વિસ્તારવાનો અવસર મળ્યો. ચીન અને પી.ઓ.કે.ની સીમા સાથે જોડાયેલ લેહ પ્રદેશને પૂર્ણ રાજ્ય જાહેર કરવાની માંગણી સાથે સ્વાયત્ત લેહની ઉગ્ર રજૂઆતનાં શ્રીગણેશ કર્યાં. દરમ્યાન ૨૩ જાન્યુઆરી ૨૦૨૫એ વાંગચુકે ખારદુંગલા ક્લાયમેંટ ફાસ્ટ યોજી હજારો પહાડી યુવકો થકી ઉપવાસ આદરી પ્રવર્તમાન ભારત સરકાર માટે દબાણ વધાર્યું. પાકિસ્તાનની શુભેચ્છા મુલાકાત, યુરોપની ગ્રીન લોબી અને ચીનની આર્થિક સહાય વિસ્તારી પરંતુ ભારત સરકાર કે દેશનાં મીડિયાએ ખાસ મહત્ત્વ ન આપ્યું.
નર્મદા બચાવો જેમ પૂર્વ ભારતમાં લેહનાં આદિવાસીઓના અધિકાર માટે ૨૪ સપ્ટેમ્બરે હિમાલયન બ્રિગેડે આંદોલન છેડ્યું. હિંસક રૂખ વચ્ચે પ્રદેશની જાહેર વ્યવસ્થાઓને સળગાવી દેવામાં આવી. લેહ લદ્દાખને બંધારણની અનુસૂચિ ૨૪૪/૨ શિડયુલ ૬ અન્વયે સ્વાયત્ત પ્રદેશની માંગ સાથે જેન.ઝી જનરેશન હિંસા ઉપર ઉતરતાં છેવટે સપ્ટેમ્બર ૨૦૨૫માં રાષ્ટ્રીય સુરક્ષા હેતુ સબબ વાંગચુકને રાજસ્થાનની જોધપુર જેલમાં મૂકવા પડ્યા જેને સુપ્રિમ કોર્ટે નકાર્યું નથી.
આઝાદીનાં ૭૫ વર્ષ પછી યુનિયન ટેરેટરી બનેલ લેહ લદ્દાખમાં બોર્ડર સ્ટેઈટ તરીકે ૩૦૦૦ કીલોમીટરનાં પહાડી રોડ તૈયાર કરવા દરખાસ્ત છે. યુરેનિયમ અને થોરીયમનાં પ્રાકૃતિક ખનિજમાંથી સેમી કંડકટર ચિપ તૈયાર કરવાની દરખાસ્ત છે. ૨૫૦ ગ્લેશિયરથી ઘેરાયેલા લદ્દાખમાં સોલાર અને વિન્ડ એનર્જીનાં ૭ પ્રોજેકટ અને ૧૧ હાઈડ્રોપાવરના ફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર થઈ ચૂક્યા છે. લેહ એરપોર્ટને વૈશ્વિક સ્તરે તૈયાર કરી ટુરિઝમ વિસ્તારવા તથા ૧૩૦૦૦ મેગાવોટ રીન્યુએબલ એનર્જી જનરેશનનું હબ બનવા મંજૂરી મળી છે. નુગરાવેલી અને કારગીલ વેલીમાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રિયલ માટે ૩૫૦૦ કરોડ પાઈપલાઈનમાં છે.
૧૧ આઈ.ટી.આઈ., ૧ આઈ.આઈ.એમ., ૩ મેડીકલ કોલેજ અને એન્જીનિયરીંગ કોલેજો લેહ લદ્દાખની ૩.૫ લાખની વસ્તી ધરાવતા ભારતીય નાગરિકોનાં આધુનિક વિકાસ માટે આયોજન પંચે મંજૂર કરેલ છે. પરંતુ ૯૬% જન જાતિનું પ્રતિનિધિત્વ કરતી ટ્રાઇબલ એડવાઈઝરી કાઉન્સીલની માંગણી છે કે સ્થાનિક સોશ્યલ વેલ્યુને સંરક્ષિત કરવામાં આવે. બ્રિગેડના યુવાનો આજે પણ લદ્દાખનાં ગ્લેશિયર બચાવી ૪૦૦૦ વર્ષથી યાક આધારે સમય પસાર કરતી લદ્દાખી સંસ્કૃતિને દુનિયાની ગ્રીન લોબી ત્યાં ને ત્યાં જ રાખવા કહે છે. વન અને આદિવાસીઓનાં પારંપારિક વિકાસને સીમિત રાખવા માગે છે. જે કેટલા અંશે સ્વીકારપાત્ર છે. પ્રજાકીય વિકાસ કે સામુહિક રીતે પરિવર્તનનો પ્રવાહ કોઈ એક રાજકીય પક્ષ, દેશ કે વ્યક્તિના દોરીસંચારથી ખેંચાઈ જાય છે ત્યારે પ્રજાકીય હિતને આગળ કરી મૂળભૂત રીતે સત્તાલાલચુ-સ્વાર્થી હિતો જ પોતાની ફયુડલ માનસિકતા સાધતા હોય છે. આઝાદી પછી પણ નર્મદા બચાવ આંદોલન અને સરદાર સરોવર બંધ કે પછી લેહ લદ્દાખના વિકાસ આડે સોનમ વાંગ્કચુંક કે ૫છી વિભિન્ન રાજકીય પક્ષોનાં હિતોનો ઈતિહાસ દર્શાવે છે કે અંતે લોકશાહીમાં આમ પ્રજા તો કઠપૂતળી માફક નાચતી રહેતી હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.