વડોદરા : આજે નર્મદા અને શહેરી િવકાસ મંત્રી યોગેશ પટેલે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ મિડિયા સાથેની વાતચીતમાં તેમણે શિવજી કી સવારીના આયોજન િવશે નિવેદન આપ્યું હતું. ગયા વર્ષે માર્ચના 23મી તારીખે શિવરાત્રિ બાદ કોરોનાનો રોગ આવ્યો ત્યારે ફેલાય નહીં તે માટે લોકડાઉન શરૂ થયું.
પોલીસ, નેતાઓ, પ્રેસના લોકોની િચંતા કરતા રહયા. બે મહીનાથી કોરોનાની રસી શરૂ થઈ. નેતાઓ ખાતે 80 વર્ષની ઉપરના રસ આપી આજે એ રસી લીધઈ શિવજી કી સવારી બાદ. શિવજીની પ્રાર્થના કરીએ કે કોરોના ફેલાય નહીં અને કોઈને આમંત્રણ આપ્યું નહીં. લોકો સ્વયંભૂ લોકો આવ્યા મેંં આમંત્રણ આપ્યું હોત તો મારી જવાબદારી છે.
અમે ફકત શિવજી પરિવારનો રથ જ કાઢવાના હતા પરંતુ અમારી ગણતરી ખોટી પડી પોલીસનો પણ વાંક નથી. અમારી ગણતરી 2000 માણસો આવશે એવી હતી. પરંતુ શિવભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. નરસિંહજીના વરઘોડા વખતે સ્થિતિ જૂદી હતી. કોરોનાની રસી શોધાઈ ન હતી. લોકો ગભરાઈ ગયા હતા. ધીમે ધીમે લોકડાઉન ખુલ્લુ થયું. હવે લોકો ટેવાઈ ગયા છે એટલે લોકો ડરતા નથી. શિવજી કી સવારીમાં મોટી સંખ્યામાં શિવ ભકતો અને નગરજનો ભેગા થયા એના માટે ભગવાન શિવજી જ જવાબદાર છે. શિવજીના પ્રેમીઓ વધારે છે. દેશભરમાં શિવજીના પ્રેમીઓ અને ભકતો મોટી સંખ્યામાં છે. ગુજરાતમાં 18,600 ગામો છે. દરેક ગામોમાં શિવજીના મંદિરો હશે જ અને ભગવાનના ભકતો પણ વધારે છે કોણ એમને રોકી શકે ? અમે કોઈને આમંત્રણ નથી મોકલ્યું અને કોરોના ફેલાય તો જવાબદારી અમારી નથી.