Vadodara

ગાયે ભેટી મારતા 10 દિવસની સારવાર બાદ મહિલાનું મોત

શહેરભરમાં રાજમાર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ વર્ષોથી શહેરીજનોને હેરાન પરેશાન કરે છે. મનપાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા આવે છે તે પહેલા પશુપાલકોને ફોન કરી જાણ કરી દે છે. પશુપાલકો સાથે ઢોરપાર્ટીની મીલીભગતને કારણે ટેક્ષ ભરતા શહેરીજનોએ જાન ગુમાવવા પડતા હોવાના અનેક બનાવો નોંધાયા હોવા છતાં ત્રાસ એટલોને એટલો જ છે. પશુપાલકો રોજ સવારે તેમની ગાયોને છોડી મૂકે છે. એટલે ગાયો રાજમાર્ગો ઉપર અને સોસાયટીઓમાં ફરી એંઠવાડનો આહાર કરી પેટ ભરે છે. અને સાંજ પડતા આપમેળે જ પશુપાલકના ઘરે પહોંચી જાય છે. પશુપાલકોને ગાયોને િનરણી ખવડાવવાની તસ્દી લેવી પડતી નથી. માત્ર એંઠવાડ ઉપર ગાયો જીવન નિર્વાહ ચલાવવા હવે ટેવાઈ ગઈ છે.

વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા માંડ્યો છે.ગત 1 લી તારીખે ગોત્રી હરિનગર બ્રિજ નીચે ગાયે ભેટી મારતા ઘવાયેલી 60 વર્ષીય અજાણી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મહિલા કોણ છે તેની ઓળખ માટે આગળની તપાસ હાથધરી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોના માલિકો સામે પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવશેના દાવા ખોટા પુરવાર થવા પામ્યા છે.ગાયે ભેટી મારતા ઘવાયેલી મહિલાનું 10 દિવસની સારવાર દરમિયાન અજાણી મહિલાનું હોસ્પિટલના બિછાને મોત થયું હતું.મળતી માહિતી અનુસાર શહેરના ગોત્રી હરિનગર બ્રિજ નીચે રહેતી અજાણી મહિલાને ગત પહેલી તારીખે ગાયે ભેટી મારતા મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી.

આ ઘટના ને પગલે આસપાસના લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેને સારવાર હેઠળ પ્રથમ એસેસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જે બાદ વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં દસ દિવસની સારવાર દરમિયાન આ અજાણી મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી મળવા પામી હતી.હાલ તો આ મહિલા છેલ્લા ઘણા સમયથી હરિનગર બ્રિજ નીચે રહેતી હતી અને પેટિયું રડતી હતી.પોલીસે આ અજાણી મહિલા કોણ છે તેના પરિવારજનોની શોધખોળ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વડોદરા શહેર માં રખડતા ઢોરોને કારણે થયેલા અકસ્માતમાં કેટલાય નિર્દોષ નાગરિકોના મોત થયા છે.

રખડતા ઢોરોનો ત્રાસ વધતા વડોદરા મહાનગરપાલિકામાં લોકો દ્વારા અનેકો વખત રજુઆત પણ કરવામાં આવી હતી.ત્યારબાદ ખોટા વચનો અને વાયદાઓ કરવામાં પીએચડી કરનાર જે તે સમયના પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા રખડતા ઢોરોના માલિકો સામે પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ મીડિયાના એક નિવેદનમાં જણાવ્યું હતું. જેના પછી કેટલાય રખડતા ઢોરોને કારણે અકસ્માત અને મોત થયા પરંતુ ઢોર માલિકો સામે આજદિન સુધી કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ સાથે પાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા પણ રખડતા ઢોરો પકડવામાં આવે છે.પરંતુ ઢોર માલિકો સાથે સેટિંગ કર્યા બાદ ઢોરોને નિર્દોષ નાગરિકોના ભોગ લેવા માટે છોડી મુકવામાં આવે છે.હંમેશા ભ્રષ્ટાચારના ખપ્પર માં હોમાયેલા પાલિકા તંત્ર દ્વારા જો ઢોર માલિકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તો સંસ્કારી નગરીના નિર્દોષ નાગરિકોના જીવ બચી શકે તેમ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top