૨૦૦૮ના મુંબઈ હુમલા પછી પોતાની નિષ્ફળતા સ્વીકારી ત્યારના ગૃહમંત્રી શિવરાજ પાટિલે અને તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે રાજીનામાં આપી દીધા હતા. તો અમિત શાહે પણ પોતાની નિષ્ફળતા સ્વીકારવી જોઈએ. આ નૈતિક જવાબદારીની જે વાતો થઈ રહી છે તે અર્ધસત્ય છે. મનમોહન સરકારમાં શિવરાજ પાટિલે ૨૦૦૪માં ગૃહમંત્રી તરીકે શપથ લીધી હતી. તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં ધેમાજી (આસામ), દિમાપુર, અયોધ્યા, જોનપુર, દિલ્લી, વારાણસી, મુંબઈ, માલેગાંવ, હરિયાણામાં સમજૌતા એક્સ્પ્રેસમાં, હૈદ્રાબાદ, લખનૌ, ફૈઝાબાદ, જયપુર, અમદાવાદ, ઇમ્ફાલ વગેરે જગ્યાએ બોમ્બ વિસ્ફોટો થયા હતા.
નાના આતંકવાદી હુમલાઓ તો અલગ. હવે આ વર્ષોને મોદી શાસનના વર્ષો સાથે સરખાવી જુઓ તો જણાશે કે પઠાણકોટ, ઉરી, પુલવામા, પહેલગામ અને દિલ્હી જેવી મોટી ઘટનાઓ અને એ સિવાય થોડી નાની ઘટનાઓને બાદ કરીએ તો એક ભારતીય નાગરિકની જિંદગી બીજી સરકારો કરતાં મોદી સરકારમાં વધારે સલામત રહી છે. બાકી, આજ મુંબઈમાં કસાબ એન્ડ ગેંગના હુમલાના અઢી વર્ષ પહેલાં ૨૦૦૬માં મુંબઈની લાઈફ લાઈન એવી લોકલ ટ્રેનોમાં થયેલા બોમ્બ ધડાકાઓમાં ૨૦૦ કરતાં વધારે નિર્દોષો કમોતે મર્યા હતાં, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે આ જ વ્યક્તિ હતી જે ૨૦૦૮ના હુમલા વખતે હતી, ત્યારે કેમ નૈતિક કારણોસર એમની પાસે રાજીનામાં લેવડાવવાની હિંમત નહોતી થઈ?
ધામડોદ રોડ, બારડોલી – કેદાર રાજપૂત આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.