Comments

જમ્મુ-કાશ્મીરમાં બાઇ-બાઇ ચારણી

જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ સમિતિના નવા ચૂંટાયેલા સભ્યો પોતાના હકકોની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે બે દિવસનો તાલીમ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં લેફટેનંટ ગવર્નર મનોજ સિંહાને આ પ્રસંગે યોજાયેલ ઉદ્‌ઘાટન પ્રવચન રદ કરવું પડયું.

વિધાનસભાની ભાિવ ચૂંટણીઓની તૈયારીના ભાગ રૂપે આ કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા મત વિસ્તારોની હદ રેખા ફરીથી નકકી કરવા માટે રચાયેલા પંચને વધુ એક વર્ષની મુત લંબાવી આપતાં વિધાનસભાની ચૂંટણીઓ શકયત્વરાએ યોજવાની અપાયેલી  ખાતરીઓ વિશે શંકા-કુશંકાઓ થવા માંડી છે. એક વર્ષના સમયગાળામાં આ પંચે કંઇ નહીં કર્યું: કારણ?

ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે આ નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશમાં એક હોટલ અને પ્રવાસન કેન્દ્ર બનાવવાની પોતે ઘડેલી યોજના અભેરાઇએ મૂકી દીધી કારણકે જમ્મુ – કાશ્મીરના કેન્દ્ર શાસને કર્ણાટકની લાંબા સમયની દરખાસ્તને કોઇ પ્રતિભાવ જ નહીં આપ્યો. કારણ?

જમ્મુ-કાશ્મીર રાજયને વિશિષ્ટ દરજજો આપવાી બંધારણની કલ ૩૭૦ ની આંશિક નાબુદીને વાજબી ઠેરવવા રાજયત્વનો દરજજો આપવાના વચનને લાંબો સમય થઇ ગયો અને આ કેન્દ્રશાસિત પ્રદેશ કયાં આવીને ઊભો રહ્યો છે તે દર્શાવવા  આ ત્રણ દૃષ્ટાંતો ઉજજવળ છે. આ પહેલા રાજયત્વની પુનર્સ્થાપના તેમજ સ્થાનિક લોકોની નોકરી અને જમીનના હકકની રક્ષા માટેની માંગના પ્રશ્ને પણ આવો ગુંચવાડો ચાલુ રહ્યો હતો.

એક તરફ ખુદ ગૃહપ્રધાન અમીત શાહ વારંવાર કહે છે કે જમ્મુ – કાશ્મીરને રાજયત્વનો દરજજો યોગ્ય સમયે મળી જશે તો બીજી તરફ ખુદ કેન્દ્ર સરકાર જમ્મુ – કાશ્મીરની કેડરને નાબુદ કરી તેને અરુણાચલ, ગોવા, મિઝોરમ વગેરેની કેન્દ્રીય પ્રદેશોની કેડર સામે ભેળવવાનો કાયદો કરે છે. કારણ?

હિમાચલ પ્રદેશની હરોળમાં નોકરી અને જમીનના હકકોનું રક્ષણ હજી ખાતરીના સ્તરે જ છે અને કર્ણાટક સરકારે જમીનની ફાળવણીના અભાવે પ્રોજેકટ અભેરાઇએ મૂકી દેવો પડયો. એનો અર્થ શું કાઢવો? જમ્મુ – કાશ્મીરને રાજયત્વનો દરજજો આપવાનો પ્રશ્ન અમલદાર શાહીમાં ગૂમ થઇ ગયો?

જિલ્લા વિકાસ સમિતિના સભ્યો પોતાના મત વિસ્તારના હકકોની રક્ષા કરવાને બદલે પોતાના હકકોની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. હવે તો કેન્દ્ર સરકાર અને લેફટેનંટ ગવર્નરેે વિચારવું જોઇએ કે કયાં ખોટું થઇ રહ્યું છે!

જિલ્લા સમિતિઓના સભ્યો કહે છે કે સરકાર અમારા માનદ વેતન અને દરજજાના શિષ્ટાચારના મામલે ફરી જઇ રહી છે. અને અગાઉ આપેલા વચનથી ફરી જઇ અમારી સત્તા આંચકી રહી છે. હજી તાજેતરમાં કેન્દ્ર શાસને એક ફતવો બહાર પાડી તાજેતરમાં ચૂંટાયેલા સભ્યોની સત્તા પર કાપ મૂકયો હતો અને મુખ્યત્વે સમિતિઓના અધ્યક્ષોને વહીવટી સચિન અને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલિસની સમકક્ષ મૂકી દીધા હતા. પરિણામે આ સભ્યોને મહિને રૂા.35000નું જ માનદ વેતન મળે. સભ્યોને મહિને રૂા.15000ના માનદ વેતન સાથે નાયબ કમિશનરોના સ્તર પર મૂકી દેવામાં આવ્યા.

સમિતિ સભ્યો કહે છે કે આ જૂના હુકમો પાછા ખેંચી અમારી સાથે મસલત કરી નવા હસુકમો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું વિરોધ આંદોલન ચાલુ રહેશે. અમલદારો અમને સત્તા આપવાના મામલે રોડા નાંખી રહયા છે.

વિધાનસભાની ગેરહાજરીમાં જિલ્લા વિકાસ સમિતિએ ધારાસભ્યોનો ખાલીપો પુરવા મહત્વની ભૂમિકા ભજવવાની છે અને પોતપોતાના જિલ્લાઓના વિકાસની પણ ખાતરી આપવાની છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીના કોઇ એંધાણ દેખાતા નથી અને બીજી તરફ જિલ્લા સમિતિના સભ્યો સંબંધમાં ગૂંચવાડો ચાલે છે ત્યારે લોકશાહી કયાં છે? જલ્દીથી કંઇ નહીં થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ બનશે.

િજલ્લા સમિતિના ઘણા ભૂતપૂર્વ પ્રધાનો અને ધારાસભ્યો ચૂંટણી લડયા હતા અને જીત્યા હતા તેથી સરકારે નવરચિત સમિતિઓને યોગ્ય મહત્વ આપવું જ રહયું. સત્તાધીશોએ જિલ્લા સમિતિઓના સભ્યો સાથે સરકારી અધિકારીઓની સરખામણીમાં તેમના દરજ્જા અને સત્તાની બાબતમાં મસલત શરૂ કરી દેવી જોઇએ.

એસ સમયના રાજયની સત્તાઓ કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપવાને બદલે તમામ સ્તરે વધુ સંકલન થાય તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તેને બદલે સંઘર્ષનો તખ્તો ગોઠવાયા છે તેનાથી કેન્દ્ર શાસિત પ્રદેશ માટે નવા આંતરિક અને બાહ્ય પડકાર પેદા થયા છે.

જિલ્લા સમિતિના વિરોધ કરનારા ઘણા સભ્યો માને છે કે અત્યારનો હુકમ રદ કરી તમામ સંબંધિતો સાથે મસલત કરી નવો હુકમ બહાર પાડવો જોઇએ. આ વિવાદાસ્પદ હુકમ બહાર પાડતા પહેલા સરકાર આ પહેલા જિલ્લા સમિતિઓના અધ્યક્ષને રાજય કક્ષાના પ્રધાન કે ધારાસભ્યનો દરજ્જો આપવાની ખાતરી આપતી હતી.

નવા હુકમથી આ ખાતરીનું અચ્યૂતમ થાય છે અને સમિતિ અધ્યક્ષો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટી સચિવ કે નાયબ અધ્યક્ષો કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સમકક્ષ મૂકવામાં આવ્યા છે. એ સભ્યોને તાલુકા વિકાસ સમિતિના અધ્યક્ષ કે મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખના સ્તરે મૂકવામાં આવ્યા છે.

સમિતિ સભ્યોના વિરોધને તેમના હક્ક માટેની લડાઇ તરીકે જ કે અલગ રીતે નહીં જોતાં આ કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેના લોકોના ભાવિ સામે જે અચોક્કસતા પ્રવર્તે છે તે રીતે જોવી જોઇએ.

          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top