આપણા જીવનપર્યંત તથા જિંદગી પછી પણ કુટુંબનાં સભ્યોની સુખાકારી સૌ કોઇ ઇચ્છે છે. આ અંગે જરૂરી વીમા પોલીસીઓ માટે નમ્ર સૂચન છે. તમારી ઉંમર, આવક તથા બચતના પ્રમાણમાં જીવન વીમા પોલીસી લેવાને પ્રાથમિકતા આપો. જે તમોને જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી, નિયમિત આવક (પેન્શન) લાઇફ ટાઇમ આપે. બાળકો તથા મહિલા માટે પણ વિશેષ પોલીસી લો. મેડીકલેઇમ પોલીસી વ્યકિતગત તથા ફેમિલી મેડીકલેઇમ પોલીસીની જરૂરિયાત આજની ખર્ચાળ મેડિકલ ટ્રીટમેન્ટ, ઓપરેશન માટે આશીર્વાદરૂપ છે.
તમારા ટુ વ્હીલર, ફોર વ્હીલરની પોલીસીઓ પણ લો, જેથી અકસ્માતના થયેલા નુકસાનનું યોગ્ય વળતર, સામાન્ય વિમા કંપનીઓ આપી શકે. ઘરનો વીમો તથા ઘરની કિંમતી વસ્તુઓનો પણ વીમો જરૂરી છે. જે મિલકતને થતાં નુકસાન તથા ચોરીના કિસ્સામાં વિમા કંપની નુકસાનના પ્રમાણમાં રકમ આપે. દુકાન, ગોડાઉન કે ફેકટરીનો આગનો વીમો ખૂબ જ જરૂરી છે. આ બધી જ પોલીસીઓની એક ફાઇલ જરૂર બનાવો અને ફેમિલી સભ્યોને તેની જાણ પણ કરો. આ બધી જ પોલીસીઓનું પ્રિમીયમ રેગ્યુલર ભરી પોલીસીઓ ફુલ ફોર્સમાં રાખો જેથી દાવાની ચૂકવણીમાં પૂરતી વીમા રકમ મેળવવામાં કોઇ તકલીફ ન પડે.
સુરત – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.