Editorial

બાંગ્લાદેશમાં હાફિસ સઇદ સક્રિય થયો છે ત્યારે જ સ્થાનિક હિંસાથી ભારત માટે સાવચેત રહેવાનો સમય

બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓને કારણે તણાવનો માહોલ છે. આ હિંસા 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. ગુરુવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે, કારણ કે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ‘ઢાકા લોકડાઉન’નું આહ્વાન કર્યું છે. પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(BGB)ને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

ઢાકાના પ્રવેશ પર ઘણા ચેકપોઇન્ટ્સ સ્થાપીને જાહેર વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ(ICT)ની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આ જ અદાલત શેખ હસીના અને તેમના મુખ્ય સહયોગીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા હત્યા અને ષડયંત્ર સહિતના ડઝનબંધ આરોપો પર નિર્ણયની તારીખ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગયા વર્ષે ઑગસ્ટમાં ભારતમાં શરણ લેવા આવ્યા હતા. પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(BGB)ને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકાના પ્રવેશ પર ઘણા ચેકપોઇન્ટ્સ સ્થાપીને જાહેર વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ(ICT)ની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આ જ અદાલત શેખ હસીના અને તેમના મુખ્ય સહયોગીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા હત્યા અને ષડયંત્ર સહિતના ડઝનબંધ આરોપો પર નિર્ણયની તારીખ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગયા વર્ષે ઑગસ્ટમાં ભારતમાં શરણ લેવા આવ્યા હતા. રાજકીય તણાવના પગલે ઢાકાનું જનજીવન થંભી ગયું છે. આ ઉપરાંત, આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓની ઘટનાઓ રાજધાનીની બહાર ગાઝીપુર અને બ્રાહ્મણબારિયા જેવા શહેરોમાં પણ ફેલાઈ ગઈ છે.

મીડિયા અહેવાલ મુજબ, આ હિંસા માટે અવામી લીગના સમર્થકોને સરકારે જવાબદાર ઠેરવ્યા છે. બ્રાહ્મણબારિયામાં ગ્રામીણ બેન્કની એક શાખાને આગ લગાડવામાં આવી, જેના કારણે ફર્નિચર અને દસ્તાવેજો સંપૂર્ણપણે નાશ પામ્યા. નોંધનીય છે કે, 1983માં ગરીબોને માઇક્રો-ક્રેડિટ આપવા માટે આ ગ્રામીણ બૅન્કની સ્થાપના મોહમ્મદ યુનુસ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં ગુપ્ત સ્થાન પર રહી રહેલા શેખ હસીના ઇમેલ ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ વચગાળાની સરકાર અને સલાહકાર મોહમ્મદ યુનુસ પર ભારતની સાથે સંબંધો ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.

અને ચરમપંથીઓ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. શેખ હસીનાએ જણાવ્યુ હતુ કે, તેમની શરતો માનવવામાં આવશે તો તેઓ પોતાના વતન પરત ફરશે. શેખ હસીનાએ ભારત સરકાર અને જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યુ હતુ કે, ભારતની સરકારે અને અહીંના લોકોએ કરેલી મહેમાન ગતિથી હું ગદગદ થઇ છું. અને તમામનો આભાર માનું છું. શેખ હસીનાએ વધુમાં કહ્યુ હતુ કે, ભારત હમેંશા બાંગ્લાદેશનો ઉત્તમ ભાગીદાર રહેશે. પરંતુ યુનુસ સરકારે પોતાની મુર્ખામી અને આત્મઘાતી નીતિઓના કારણે બન્ને દેશના સંબંધો ખરાબ કર્યા છે.

ભારત હમેંશાથી બાંગ્લાદેશનો સાચો મિત્ર હતો અને રહેશે. બાંગ્લાદેશની સ્થિતિનું આ નિર્માણ ત્યારે થયું છે જ્યારે હાફિસ સઇદ ત્યાં સક્રિય થયો છે. આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલા માટે નવાં ષડયંત્ર બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સઈદ આ હુમલા માટે બાંગ્લાદેશને લોન્ચપેડ તરીકે તૈયાર કરી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વીડિયોમાંથી થયો છે.

લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું- હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે. સૈફે કહ્યું- ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું, અમેરિકા તેમની સાથે હતું, પરંતુ આજે તેમનો સાથ કોઈ આપતું નથી. સૈફે દાવો કર્યો કે લશ્કરના આતંકી પહેલાંથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાફિઝ સઈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે, જે ત્યાંના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. જ્યારથી ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે ત્યારથી જ આતંકવાદીઓ તેનો બદલો લેવા માટે તત્પર છે એટલે હવે ભારતને વધુ સાવધાની રાખવાની જરુર છે.

Most Popular

To Top