Charchapatra

ભારતે સુરક્ષા કડક કરવાની તાતી જરૂર!

જ્યારથી અમેરિકામાં સત્તા પરિવર્તન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી  દુનિયાભરમાં અફરા તફરી મચી ગઈ છે, ભારત સાથે ખાસ કરીને કૃષિ ડેરી ઉદ્યોગના વેપાર કરારથી ભારત દૂર રહેલુ છે તેથી ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથે વેપાર કરારમાં નિષ્ફળતા મળતા ભારત પર 50% ટેરિફ નાખ્યો છે. તેને કારણે હાલ ભારતના અર્થતંત્ર પર અસર પડી રહી છે. ભારત પર અમેરિકા હવે પાકિસ્તાનને ભારત પર આંતકી હુમલો કરવા ઉશ્કેરી ભારતમાં આંતકવાદ ફેલાવા છૂતો ડોર આપ્યો હોય એવું લાગી રહ્યું છે.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી તેની શરૂઆત થઈ હોય તેવુ લાગી રહ્યુ છે. જેમા રાત્રે 9 વાગ્યા સુધીના સમાચાર મુજબ 10 વ્યક્તિના મૃત્યુ થયા અને ઘણા લોકો ઘાયલ થયા. તા 09-11-2025ના રોજ ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ જેહાદી આંતકવાદીઓ પકડાયા હતા. ભારતમાં ઘણા લાંબા સમયથી શાંતિ હતી, હવે ફરી પાછું અમેરિકાના ઇશારે જ પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદ ફેલાવવા ફરી સક્રિય થયું હોય તેવુ લાગી રહ્યુ છે. આવો ત્રાસવાદ રોકવા ભારતે સુરક્ષા કડક કરવાની અને ત્રાસવાદ રોકવા સખત પગલા લેવા જરૂરી છે.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top