આતંકવાદનું કારણ આપતા કાશ્મીરના ભુતપૂર્વ ગવર્નર જગમોહન, તેમના મૂળ પુસ્તક ‘માય ફ્રોઝન ટર્બુલન્સ’ જે ગુજરાતીમાં ‘થીજેલા વમળ’માં જણાવે છે તેમનો (આતંકવાદીઓનો) મુખ્ય ઉદ્દેશ જીવ હિંસા નહીં, પણ સમાજમાં અરાજકતા ફેલાય, પ્રજાનો શાસનમાંથી વિશ્વાસ ઉડી જાય તે હોય છે અને એમાં સફળતા મેળવવા માટે અન્ય પરીબળ જેવા જ સહયોગ મેળવે છે સ્લીપર શેલનો. ‘પત્ર’ આવા લોકો માટે જ છે. કેમ કે પોતાની ઓળખ ના હોવાને કારણે પોતાના પગ પર અજાણતા જ કુહાડો મારી દેવાનું.
આનું સૌથી મોટું ઉદાહરણ છે, રાજારામચંદ્ર અને તેમના જ પૂત્રો લવ-કુશ સાથેનું યુદ્ધ. માત્ર ભારતીય સાહિત્યમાં જ નહીં, કયા દેશની આ વાત છે તે ધ્યાનમાં નથી આવતું, પણ ‘રૂસ્તમ ઔર સોહરાબ’ની પણ આવી જ કહાની છે. સ્લીપર શેલનું પણ કંઇક આવુ જ છે. તેઓ જ્યાં રહે છે તેના જૈવિક કે ઐતિહાસિક જોડાણને કાંતો ભુલી જતા હોય છે કે પછી તેમને ભ્રમિત કરી દેવાતા હોય છે. આશા છે જ્યાં, અન્ન જળ અને આશરો મળ્યા, જ્યાં એમ ને ભલે, અન્યની તો અન્યની, ઉપાસના પદ્ધતિ વધારે ઉચિત લાગી એ ઉપાસના પદ્ધતિને અહીં ફેલાવો અને સન્માન મળ્યા એ જ જમીનને, એની જ સંસ્કૃતિની ઓળખ ભૂલી, જાણે-અજાણે સમસ્ત વિશ્વમાં ચિંતાનું કારણ બનનારી મોડેસ્ટ ઓપરેન્ડીનો હાથો બની જાય છે. વિશ્વબંધુત્વમાં માનનારી, એક સમયની વિશ્વ વંદનીય સંસ્કૃતિને, એક સમયે જે પોતાની હતી, તેને યાદ કરી કુહાડાના હાથો બનતા અટકે.
– એક જાગૃત નાગરિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.