સુરતઃ બમરોલી રોડની ગેલેક્સી હોટેલની આડમાં ચાલતા કુટણખાના પર ખટોદરા પોલીસે દરોડા પાડી હોટેલ માલિક અને શરીરસુખ માણવા આવેલા 5 ગ્રાહકને ઝડપી લીધા હતા. પોલીસે 2 મહિલાને મુકત કરાવી હતી. મહિલાઓને કમિશન પર શરીર સુખ માણવા મોકલતી મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.
- હોટલ ગેલેક્સીમાંથી 5 ગ્રાહક અને હોટેલ માલિક ઝડપાયા
- મહિલા સપ્લાય કરનાર સીમા વોન્ટેડ, ગ્રાહક દીઠ 1 હજાર વસૂલતા હતા
- દરોડા દરમિયાન એક ગ્રાહક બેડ નીચે સંતાઈ ગયો
બમરોલી રોડની ગેલેક્સી હોટેલમાં હોટેલની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ખટોદરા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કાઉન્ટર પર ઉભેલા ઇસમને પૂછપરછ કરતા તે સુરજ સુરેશ વર્મા (રહે., મહાદેવ એપાર્ટમેન્ટ, પિયુષ પોઇન્ટ પાસે, પાંડેસરા, મૂળ ઉત્તર પ્રદેશ) અને પોતે હોટેલનો માલિક હોવાનું જણાવ્યું હતું.
પોલીસે હાજર મહિલાઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એક મહિલા હોટેલ માલિકના સંપર્કથી મહારાષ્ટ્રથી આવી હતી અને જ્યારે અન્યને સીમા નામની મહિલા દેહવ્યાપાર માટે કમિશન પર બોલાવતી હતી. તે એક ગ્રાહક દીઠ 1 હજાર વસૂલી અને તેમને 500 રૂપિયા કમિશન આપતા હતા.
પોલીસે દરોડા દરમિયાન શરીર સુખ માણવા આવેલા 5 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ગ્રાહકોમાંથી એક ગ્રાહક પોલીસની જોઈ એક રૂમના બેડ નીચે સંતાઈ ગયો હતો અને જ્યાં રૂમમાં 20 વર્ષીય મહિલા પણ હતી.પો લીસે હોટેલ માલિક પાસેથી 2100 રોકડ 26 હજારના 6 મોબાઈલ સહિત 28 હજારની કિંમતની મત્તા કબજે લીધી છે. પોલીસે આ મામલે મહિલા સપ્લાય કરનાર સીમને વોન્ટેડ જાહેર કરી છે.
ઝડપાયેલા 5 ગ્રાહક
(1) જયોતીરાજ સંતોષ સ્વાઇ, (2) સુરેશસિંગ રામપ્રસાદસિંગ (બંને રહે., ગોવાલકનગર, આશાપુરી, પાંડેસરા), (3) શિવકુમાર જોઝનરામ, (4) જીતેંદ્રકુમાર બસંતલાલ, (5) ધીરેંદ્રકુમાર શ્રીબુધ્ધીરામ (ત્રણેય રહે., ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ, પરવટ પાટિયા)