ગોરવા-નિઝામપુરામાં ભીક્ષાવૃતિ કરતો દેખાયો તો તને તથા તારા ગુરુને મારી નાખીશુ તેવી ધમકી
ઇજાગ્રસ્ત થયેલા રોશની કુંવરને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો
પ્રતિનિધિ વડોદરા તા.12
બરાનપુરા કિન્નરોના અખાડામાં સંમેલનનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય ત્યારે 23 વર્ષીય કિન્નર અન્ય લોકોને મળીને પરત તેમના ઘરે જતા હતા. ત્યારે અન્ય ચાર કિન્નરો રિક્ષામાં બેસીને આવ્યાં હતા અને રોશની કુવર સાથે ઝઘડો કર્યાં બાદ ઢોર માર માર્યો હતો. જો ગોરવા તથા નિઝામપુરામાં ભીક્ષાવૃતિ કરવા માટે જશો તને તથા તારા ગૂરુને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી રોશની કુંવરે ચાર કિન્નરો વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે .
વડોદરાના બરાનપુરા અખાડામા રહેતા રોશની કુંવર માહીકુંવર (ઉ.વ.23) ગુરૂ માહી કુંવર સાથે છેલ્લા બે વર્ષથી રહે છે. 11 નવેમ્બરના રોજ રોશનીકુવર તેમના ગુરૂ માહી કુવર સાથે સવારના આશરે સાત વાગે ગોરવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ભીક્ષાવૃતી કરી બપોરના સમયે બરાનપુરાના અખાડામાં આવી ગયા હતા. હાલમાં અખીલ ભારતીય કિન્નર સંમેલન યોજાયેલું હોય સમાજ અન્ય કિન્નરોને મળીને જમવા માટે અખાડાની સામે સીધેશ્વર મહાદેવની ગલીમાં આવેલા મકાનમાં જતી હતી. દરમિયાન એક રિક્ષા આવીને રોશની કુંવર પાસે ઉભી હતી. ત્યારે આ રિક્ષામાં અર્ચના કુવંર, રેશ્મા કુવંર, સોમ્યા કુવર તથા રોશની કુવંર બેઠેલા હતા. તેઓએ રિક્ષા રોશની કુવર પાસે આડી ઉભી રાખી રેશ્માએ ઉતરી રોશની કુંવરને ગમે તેમ ગાળો બોલી વાળ ૫કડી નીચે પાડી દીધા બાદ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આ ચાર કિન્નરોએ તમારે નિઝઝામપુરા તથા ગોરવા વિસ્તારમાં ભીક્ષાવૃતી કરવા જવાનું નહી અને જો હવે પછી ગોરવા તથા નિઝામપુરા વિસ્તારમાં ભીક્ષાવૃતિ કરતા જોવા મળશો તો તારા તથા ગુરુને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. ચાર કિન્નોરોએ હુમલો કરવાના કારણે રોશનને કમર, છાતી તથા પેટના ભાગે મુઢ માર વાગ્યો હતો. ઝપાઝપી દરમિયાન તેઓએ પહેરેલો સોનાની ત્રણ ગ્રામનો સોય દોરો નીચે પડી ગયો હતો. ઇજાગ્રસ્ત રોશની કુંવરને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી રોશની કુંવરે વાડી પોલીસ સ્ટેશનમાં ચાર કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.