Charchapatra

જીંદગીને ભરપૂર માણી લો!

મોજ, મસ્તી, મઝા એ બધું આ જિંદગીમાં જ છે. જિંદગી ઉત્સવ અને મૃત્યુ મહોત્સવ! આ જીવન પછી કાંઇ જ નથી. (બીજાના લાભાર્થે કર્મકાંડો ચાલ્યા કરે છે.) સ્વર્ગ-નર્કના ખ્યાલો વગેરે અહીં જ છે, માટે જિંદગીને બોજારૂપ બનાવ્યા વગર ભરપૂર માણી લો. આ જિંદગી ફરીથી આવવાની નથી. જેઓને જીવતા આવડતું નથી, તેવાઓ જ મોટે ભાગે દુખી થતા જોવા મળે છે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ મહત્વના વાર તહેવારો માણવા ખાઇપીને બે ઘડી મોજ મસ્તી કરીને જિંદગીને બોજારૂપ બનતી અટકાવે છે. ખાઉલા, પિઉલા, નાચુલા બસ મોજ મસ્તી કરી લો. બ્રહ્મસત્ય જગનમિથ્યાને ભૂલી જાઓ. આજનો દિવસ આજને માટે જ મળેલો છે એને બરાબર માણી લેવો જોઇએ. એ કાલે ફરીથી આવવાનો નથી. આપણે પોતે જ તાણ ટેન્શન ડિપ્રેશનને આમંત્રણ આપીએ છીએ અને પછી એના ઇલાજ માટે ભૂવાઓ (?!) વગેરે પાસે જઇએ છીએ. મનસુખલાલ બનતા શીખીએ. મનનું સાચું સુખ માણી શકે તે મન સુખ લાલ! મન એવ મોક્ષાણામ સાધનમ. સમય બગાડવો પાલવે તેમ નથી.
દેગામ, ચીખલી – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top