ગુજરાતમિત્ર અખબારમાં પ્રસિધ્ધ થયેલા સમાચારમાં તા- 1લી ડિસેમ્બરથી સુરત બેંગકોંક ફલાઈટ ડેઈલી શરૂ થવાની છે. ઘણું સારુ કહેવાય. સુરત ઈન્ટરનેશન્લ એરપોર્ટ પરથી ફ્લાઈટના પેસેન્જરો મળી જ રહે છે. આશા છે કે આ ફ્લાઈટ કાયમ માટે ડેઈલી ચાલુ રહે. સાથેસાથે હવેના આપનારા દિવસોમાં સરકાર તેમજ એરપોર્ટ અધિકારીએ વધારો થાય તેમ વિચારણા કરવી જરૂરી છે. સિંગાપોર, થાઈલેન્ડની ફલાઈટ ચાલુ થાય તો સુરતીજનોને ખુબ જ લાભ થાય તેમ છે. અને આ ફ્લાઈટો પણ ફૂલ થઈ જાય. જેટલો બેંગકોક, દુબઈ, શારજાહને મળે છે, એરપોર્ટ પર હવે જેમ બને તેમ જલ્દી લીકર શોપ પણ ચાલુ કરવા જાગૃત થવું જરૂરી છે. આ એરપોર્ટમાં જગ્યાથી લઈ અંદર તમામ સુવિધા મળી શકે તેમ છે. બસ રસ લઈ પ્રગતિ કરાવવાની જરૂર છે.
ગોપીપુરા, સુરત – ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લોખંડની દાબડીમાં સોનાનું રત્ન
સરદાર વલ્લભભાઇ પટેલ લોખંડની દાબડીમા સોનાનું રત્ન હતા. સરદાર પટેલ ચાણકયની યાદ અપાવે હૃદય પુરુષ હતા. તેમને છુટાછવાયા રાજવીઓને એકએક કરી એક નવા ભારતનો જન્મ આપ્યો. ઉપરોકત વધુ એકત્રીકરણ અહિંસક તથા પોતાની ચાણકય બુધ્ધિ તથા તેમના વકતવ્ય પર આધારિત છે. મને લાગે છે કે જો આ બધા રજવાડાઓ એક ન કર્યા હોત તો ગુજરાતમાંથી રાજસ્થાન જવા માટે વિઝા લેવા પડતે?
31 ઓકટોબર સરદાર પટેલનો જન્મ દિન ગયો તો ચાલો સરદારના અંગત જીવનની વાત કરીએ. સરદાર પટેલ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. પરંતુ તેમના મૃત્યુ સમયે તેમની બેંક બેલેન્સ રૂા. 250 જેટલી હતી. સરદારે પોતાના ચશ્મા 30 વર્ષ સુધી રીપેરીંગ કરી કરીને ચલાવ્યા. એક પત્રકારે ટકોર કરેલી કે આવી કંજુસાઇ કેમ કરો છો? સરદારે ત્યારે જવાબમાં કહ્યું કે આ કંજુસાઇ નથી પરંતુ કરકસર છે. હું કે મણિબહેન કયાંય કમાવા જતા નથી આ તો બધા પ્રજાના પૈસા છે.
સુરત – મહેશ આઇ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.