હાલમાં જ અર્થશાસ્ત્રી પ્રોફેસર ડૉ.હેમંતકુમાર શાહનો એક ઇન્ટરવ્યૂ સાંભળવા મળતા જાણવા મળ્યુ કે ૧૯૯૧માં ચન્દ્રશેખરની સરકાર હતી ત્યારે આપણી પાસે યુ.એસ. ડૉલર ખૂબ ઓછા હતા એ સમય દરમિયાન જ અખાતી યુદ્ધ થવાને કારણે તેલના ભાવ જેની ચુકવણી મહદ્અંશે યુ.એસ. ડોલરમાં થતી હોવાને કારણે આપણા ડોલર બહુ વપરાઇ જતા. તેલની ચુકવણી કરવા માટે જરૂરી ડોલર ખરીદવા રીઝર્વબેન્કે બે વખત યુરોપની બેન્કમાં સોનુ ગીરવે મુકવુ પડેલું.
એ પછી લોકસભાનું વિસર્જન થતા થયેલ ચૂંટણીમાં નરસિંહરાવની કોંગ્રેસ સરકાર આવી જેમાં નાણાપ્રધાન તરીકે મનમોહનસિંહ હતા એમણે નવી આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવતા દેશમાં ધંધા-ઉદ્યોગે ગતિ પકડતા વિદેશ વેપારને પ્રોત્સાહન અપાતા ડોલરની કમાણી થવાને કારણે ગીરવે મુકેલ સોનુ ડોલરમાં ચુકવણી કરી પાછા લાવી શકેલ. ત્યારબાદ આપણે સોનુ કદી ગીરવે મુકવુ પડ્યુ નથી. આપણા દેશનું સોનુ રીઝર્વબેન્ક ઉપરાંત વિદેશોની બેન્કોમાં પણ દેશની અનામત રૂપે જમા રહે છે.
આપણા વિદેશ વેપારમાં નિકાસ કરતા આયાતમાં સતત વધારો થતો હોવાને કારણે આયાત થતા માલની ચુકવણી મહદ્શે યુ.એસ. ડોલરમાં કરવા આવે છે એ સંજોગોમાં બજારમાં રૂપિયાનું મૂલ્ય જાળવી રાખવા વિદેશી હુંડિયામણની અનામત વધારવા ૩૫ ટન જેટલુ સોનુ વેચવામાં આવેલું એટલે કે આપણી પાસે સોનાના જથ્થામાં એટલો ઘટાડો થયો. હાલની સરકારે પણ અમુક દેશો સાથે રૂપિયામાં ચુકવણી કરવાના કરાર થયેલ છે પરંતુ આપણા દેશનો નેવુ ટકા વેપાર અત્યારે ડૉલરમાં જ થાય છે, સપ્ટેમ્બર, ૨૦૨૫માં આપણા વિદેશ વેપારમાં લગભગ ૧૭ બિલિયન યુ.એસ. એથી જ્યાં સુધી દેશની આયાત કરતા નિકાસમાં વધારો ન થાય ત્યાં સુધી આત્મનિર્ભર શબ્દ એ હકીકત નહીં થઇ શકે.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.