Vadodara

સયાજીનગરીમાં શવજીની શાહી સવારી

વડોદરા : સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારીનું  આયોજન કરવામાં આવ્યું હતું . પરંતુ કોરોના મહામારીને પગલે આ વર્ષે શિવજીકી સવારી  સાદાઈથી કાઢવાનું આયોજન કમિટી દ્વારા નકકી કરવામાં આવ્યું હતું .તેમજ મહા આરતીમાં પણ ઓછી સંખ્યામાં લોકોને સહભાગી કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.  પરંપરા મુજબ સુરવર્ણમઢીત શિવ પરિવારની  રણમુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે  પૂજન અર્ચન કરી ઉપસ્થિત મહેમાનોએ સામુહિક આરતી કરીને શિવજીકી સવારી ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

દરવર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શિવજી કી સવારીની રણમુકતેશ્વર મહાદેવના મંદિરે નર્મદા અને શહેરી વિકાસમંત્રી યોગેશ પટેલની અધ્યક્ષતામાં 15 ફૂટ ઊંચી શિવ પરિવારના ફ્લોટ ની પૂજા અર્ચના કરીને સામુહિક આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ શિવજી કી સવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. .  શિવજી કી સવારી રણમુકતેશ્વર મહાદેવથી નીકળીને વાડી, ચોખંડી, માંડવી લહેરીપૂરા થઈને સુરસાગર ન્યાય મંદિર પહોંચી હતી.

સુરસાગર તળાવ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ  ચંદ્રકાંત પાટીલ, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો મહા આરતીમાં જોડાયાં હતાં.

‘સાવલીવાળા સ્વામીજીનું સ્વપ્ન સાકાર થયું’

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે  જીવ થી શિવ, સ્વ થી સમષ્ટિ અને આત્માથી પરમાત્મા  એ આપણી ફિલોસોફી રહી છે. ભગવાન ભોળાનાથ  સાંસારિક દુઃખોનો અંત લાવે છે. મહાશિવરાત્રિએ શરીર, મન, બુદ્ધિ અને આત્માના સાક્ષાત્કારના આધાર પર પરમ તત્વની પ્રાપ્તિ થાય છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતને હંમેશા ભોળાનાથના સતત આશીર્વાદ મળતા રહ્યા છે. ગુજરાત સુરક્ષિત , સમૃધ્ધ રહે અને શક્તિશાળી બને તેવા આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરામાં પૂજ્ય સાવલીવાળા સ્વામીનું  સ્વપ્ન આજે સાચા અર્થમાં સાકાર થયું છે. સુરસાગર સરોવરમાં ભગવાન શિવજીની ૧૧૧ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના, જાગનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર તેમજ દર વર્ષે પરંપરાગત શિવજીની સવારી શરૂ થઇ છે. આજે સર્વેશ્વર મહાદેવ ની  પ્રતિમાને સુવર્ણ જડિત કરવાના પાવન કાર્યનો શુભારંભ કરાયો છે.

ભગવાન શિવજી ઝેરના ઘૂંટડા પીતા એટલે નીલકંઠ કહેવાયા એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે ભોળાનાથ બીલીપત્ર અને  એક લોટા જળથી રીજી સાંસારિક દુઃખોનો અંત લાવે છે.  ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે.

કોરોનાના કપરા કાળમાંથી મુક્તિ પામીને કોરોના હારશે, ભારત જીતશે… ને સાકાર કરવા સૌને પ્રતિબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,પક્ષ અધ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટીલ,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને મહાનુભાવો મહા આરતીમાં જોડાયાં હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top