આપણે જાણીએ છીએ કે ફલેટ કે મકાન ભાડે આપેલ હોય તો તેની નોંધણી નજીકના પોલીસ મથકમાં કરાવવી ફરજીયાત છે. પોલીસ ખાતાના જણાવ્યા અનુસાર હવે આ નોંધણી ઓનલાઈન કરી શકાશે. એટલે કે હવે ઘરબેઠા જ સીટીઝન ફસ્ટ ગુજરાત પોલીસ એનડર્ઈડ અને એસઓએસ એપ અથવા તો સીટીઝન પોર્ટલ વેબ પર જઇને ભાડુઆતની નોંધણી કરી શકાશે. શહેરીજનોની સુવિધાઓને જોતાં નોંધણીની પ્રક્રિયા સરળ કરવા માટેનું આ પગલું ખરેખર આવકારદાયક છે.
આવી જ રીતે ફેકટરીનાં માલિકોએ પણ તેમને ત્યાં કામ પર રાખનાર દરેક કર્મચારીઓની નોંધણી કે વેરીફીકેશન નજીકના પોલીસ મથકમાં કરાવવી પડતી હોય છે. જો ગુજરાત પોલીસ આ બાબતને પણ ઓનલાઈન કરવા ધ્યાનમાં લે તો દરેકના સમયની બચત સાથે રેકોર્ડ રાખવાની પ્રકિયા માંથી પણ છુટકારો મળી શકે તેમ છે , એવું લખનારનું માનવું છે.
– સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.