Charchapatra

ભવિષ્યમાં સાઇબર યુધ્ધની શકયતા

હાલમાં સાઇબર ક્રાઇમ વધતા જાય છે. અને એનો અતિરેક એટલો વ્યાપક બનતો જાય છે કે હાલમાં ચીન હેકિંગની બાબતમાં દુનિયામાં પ્રથમ ક્રમે છે. ચીનના સૈન્ય વચ્ચે અથડામણ ચાલી રહી હતી ત્યારે તા. 12 ઓકટોબરે ચીની હેકરોના રેડ એકો નામના સરકાર સમર્થિત જુથે મુંબઇ શહેરને વિજળી પુરી પાડતી ગ્રીડ મેલવેર પ્લાન્ટ બંધ કરી દીધું હતું અને મુંબઇની વિળી બંધ થઇ જતા વાહનવ્યવહાર, ટ્રેઇન વ્યવહાર, હોસ્પિટલો તથા શૈક્ષણિક સંસ્થા તથા મોલ તેમજ અન્ય જીવનવ્યવહાર ખોરવી ગભરાટ ફેલાવવામાં આવ્યો હતો.

જો આજ હેકરો દ્વારા ભારતની બેંકીંગ સીસ્ટમ પર આક્રમણ કરે તો દેશની અર્થવ્યવસ્થા ખોરવાય જાય, તદઉપરાંત આવા સાઇબર એટેક કરી દુશ્મન દેશની લશ્કરી સંદેશ વ્યવહાર ખોરવી કાઢવામાં આવે તો શસ્ત્રો અને સૈન્ય હોવા છતાં સંચાલન અટકી જતા લાચારી ભોગવવી પડે.

(માહિતી ટુ ધી પોઇન્ટ તા. 4.3.21). સાઇબર ક્રાઇમ ધીરે ધીરે એટલો વકરતો જાય છે કે દેશ અને દેશના નાગરિકોએ સતેજ રહેવાની જરૂર છે. હાલમાં જ દરરોજ આવા સમાચાર વાંચવા મળે છે. ત્યારે મોબાઇલ દ્વારા વ્યવહાર કરતા સાવચેતી રાખવાની જરૂર છે. ઉપયોગી ઉપકરણનો ઉપયોગ યોગ માત્રામાં જ યોગ્ય છે. નહી તો પોષતું તે મારતું તે ક્રમદિશે કુદરતી.

અમરોલી          – બળવંત ટેલર     -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top