સુરત શહેરનો હરણફાળ વિકાસ ચારેય દિવસોમાં થઇ રહ્યો છે. આ આનંદ તથા ગૌરવની ગાથા છે. સુરત શહેરની વસ્તી પણ લગભગ લગભગ 85 લાખની આસપાસ પહોંચી ગઇ છે. માત્ર એક જ સુરતીઓ માટે સુગમ્ય ફરવાના દિવસો, સુરત શહેરની નજીક ખૂબ ઓછા છે જેમાં સૌનો પ્રિય દરિયાકિનારો ડુમસ (ભજીયા ફ્રી) તથા સુવાલી દરિયાકિનારો (ભાઠા) ગામ વાયા હજીરા છે. આ બેમાં સુવાલી દરિયા કિનારાથી ભરપૂર ભરતી જોવા લાભ મળી શકે છે અને શનિ-રવિ ખૂબ જ ભીડ રહે છે.
આથી આ દરિયાકિનારે આવતા લોકો માટે (1) સુવ્યવસ્થિત સ્ક્રૂટર પાર્કિંગ એરીયા (2) ફોર વ્હીલર પાર્કિંગ એરીયાની તાતી જરૂર છે. જેથી ટ્રાફિકનું નિયમન થઇ શકે. બીજુ આવા રજાના દિવસોમાં હોમગાર્ડઝ, પોલીસો, એમ્બ્યુલન્સ વિગેરેની જરૂરીયાત ખૂબ જ છે. ફાસ્ટફુડના સ્ટોલો પર વ્યવસ્થિત કરો. આ સુવિધા ઝડપથી પૂરી કરવા જે તે ગ્રામપંચાયત/સુરત મ્યુનીસીપલ કોરર્પોરેશન તથા પોલીસ કમિશ્નર સાહેબનાં સલાહ-સૂચનથી થવુ હિતાવહ છે. આ નમ્ર વિનંતી છે. જેથી સુરતી શોખીનોને એક સુંદર નયનગમ્ય વ્યવસ્થાપૂર્ણ દરિયા કિનારાની મુલાકાત યાદગાર રહી જાય છે.
રાંદેર રોડ, સુરત- દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.