દિવાળી જાય એટલે લગ્નની સીઝન શરૂ થઈ જાય છે. પણ તેની તૈયારી છ મહિના અગાઉથી કરવામાં આવે છે પણ તેમાં કન્યાની ખરીદી કે આમંત્રણ લિસ્ટની તૈયારી માટે નહીં પણ પ્રી વેડિંગ એટલે કે નિર્ધારિત વર કન્યા ફિલ્મી શૂટિંગની જેમ શૂટ કરવા બહાર જાય છે અને હવે તો વિદેશોમાં જવા લાગ્યા છે. સાથે અનુરૂપ વસ્ત્રો કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર મેકઅપમેન વિગેરેનો કાફલો સાથે હોય છે જે વધારાના ખર્ચનો અંદાજ કાઢવો જ મુશ્કેલ છે. જે શોર્ટ ફિલ્મ લગ્નના દિવસે મોટા પડદા ઉપર મહેમાનોને બતાવવામાં આવે છે. દર્શક તરીકે બધી જ ઉંમરની વ્યક્તિ તેને નિહાળે છે અને વળી લગ્નના એક વીક પહેલા વિવિધ નામોથી પાર્ટીઓ યોજાય છે .
હવે તો મહેંદી રસમ, હલ્દી રસમ, વાના રસમ, ફૂલો કી હોલી, વિગેરે રિવાજો તો સામાન્ય થઈ ગયા. જેમાં મધ્યમ વર્ગના પરિવારો ભિસાઈ રહ્યા છે. દેખાદેખીથી સંતાનોની ઈચ્છા પૂરી કરવામાં કરજમાં ડૂબી જાય છે. આ નવી નવી રસમો વચ્ચે પેઢીઓથી ચાલી આવતી જૂની પરંપરા સપ્તપદીના ફેરાનું મહત્ત્વ ગણેશ સ્થાપન, માંડવો, કંસાર , સામ સામે ફટાણા ગ વિગેરે પ્રથા સમય જતા લુપ્ત થઈ જાય તો કંઈ નવાઈ પામવા જેવું નથી.
સુરત – રેખા એમ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે